જૂનાગઢમાં ગંદકી કરશો તો દડં નહીંતર સ્વખર્ચે સફાઈ કરાવવી પડશે

  • January 11, 2025 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

\
જૂનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં એસબીઆઇ બેન્ક દ્રારા વોંકળામાંકચરો નાખવામાં આવતા મહાનગરપાલિકાએ બેંકને દડં કરવાના બદલે તેમના ખર્ચે જ સફાઈ કરાવી હતી. સુકો અને ભીનો કચરો અલગ અલગ એકત્ર કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને નિયમની અમલવારી ન કરનારને દડં પણ આપવામાં આવી રહ્યો છે. જાહેરમાં કચરો નાખવામાં આવતા લોકોને દડં કરવામાં આવે છે.ઝાંઝરડા રોડ પર આવેલ એસબીઆઈ બેન્કના સ્ટાફ દ્રારા જાહેરમાં વોકળામાં કચરો નાખવામાં આવ્યો હતો જે બાબતે વોર્ડ નંબર ૫ ના એસ આઈને નજરે પડતા સેનેટરી સુપ્રીડન્ટ કલ્પેશભાઈ ટોલિયાને જાણ કરી હતી અને મનપા અધિકારીઓ બેંકના મેનેજર સાવલિયાને મળ્યા હતા અને દંડના બદલે બેંકને તેમના ખર્ચે જ સફાઈ કરાવવા લેખિત જાણ કરવામાં આવી હતી જેથી બેંક દ્રારા પોતાના ખર્ચે સફાઈ કરવામાં આવી છે. કમિશનર ડો ઓમ પ્રકાશ દ્રારા ગંદકી બાબતે ઝીરો ટોલરનસ નીતિ અપનાવવામાં આવી છે ગંદકી કરશો તો દડં થશે અને દડં નહીં ભરી શકો તો સ્વખર્ચે સફાઈ કરાવવાની રહેશે જેથી આગામી દિવસોમાં પણ આ નીતિ નો વ્યાપક પણે અમલમાં હાથ ધરાશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application