જો જાણતા હોવ તો માહિતી આપો અને ૨૦ હજારથી ૧ લાખનું રોકડ ઈનામ મેળવો

  • April 04, 2024 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દારૂ માટે ડ્રાય ગણાતા ગુજરાત રાજયમાં વિદેશી દારૂના ટ્રકો, કન્ટેઈનરો તો ઉતરતા જ રહે છે. પોલીસ પણ એકિટવ રહીને માહિતી મળે એ દારૂના જથ્થા પકડતી રહે છે. ગુજરાતમાં ટ્રક મોઢે દારૂ સપ્લાય કરનારા પરપ્રાંતના બુટલેગર્સના નામે ખુલતા રહે છે. આવા વોન્ટેડ ૧૦ સપ્લાયરના માથા પર રાયના પોલીસ વડા દ્રારા ૨૦ હજારથી એક લાખ સુધીનું ઈનામ જાહેર કરાયું છે. વોન્ટેડ ૧૦ સપ્લાયરની માહિતી આપનારને એસએમસી દ્રારા રોકડ ઈનામ અપાશે. નામ પણ ગુપ્ત રખાશે.

ગુજરાતના અલગ અલગ જિલ્લ ાઓમાં પકડાતા દારૂમાં જુદા જુદા પ્રાંત (રાય)માંથી જથ્થો સપ્લાય થતો હોય છે. મહત્તમપણે રાજસ્થાન હરિયાણા, પંજાબથી જ ટ્રકો મોેઢે દારૂ આવે છે. અગાઉ પકડાયેલા આવા ટ્રકો, કન્ટેઈન્ર્સ કે જે તે ગોડાઉનમાં જથ્થો મળ્યે લોકલ બુટલેગર કે ધંધાર્થીઓ પાસેથી દારૂ મોકલનાર મુખ્ય સપ્લાયના નામે પણ ખુલે છે.

આવા વોન્ટેડ સપ્લાયરોને શોધવા માહિતી મેળવવા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્રારા લિસ્ટ તૈયાર કરાયું હતું અને તેના માટે માહિતી આપનારને રોકડ ઈનામ આપવામાં આવે તે માટે એસપી નિર્લિ રાયના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી કે.ટી.કામરિયા તથા ટીમ દ્રારા તૈયાર કરાયેલું વોન્ટેડ સપ્લાયરર્સનું લિસ્ટ ઈનામ અર્થે ડીજીપી વિકાસ સહાય સમક્ષ મુકવામાં આવ્યું હતું. ડીજીપી દ્રારા પરપ્રાંતના વોન્ટેડ દશ સપ્લાયર સામે માહિતી આપનારને ૨૦ હજારથી એક લાખ સુધીની રોકડના ઈનામ જાહેર કર્યા છે.

રાજસ્થાન જાલોરના ભીનમાલના ખેંગારરામ ઉર્ફે છોટુ ખીલેરી બળવતારામ બિશ્નોઈ, કાંતિલાલ ઉર્ફે રોહિત રતિલાલ મારવાડીના માથા પર વીશ હજાર રૂપિયા, રાજસ્થાનના પીરારામ મેવારામ દેવાસી, વાસુસિંહ ઉર્ફે ગુલાબસિંહ રામસિંહ વાઘેલા, તૌફીક નજીખાન, સુનિલ ઉર્ફે ભવરલાલ મોતીલાલ દરજી, પવનસિંગ લખરસિંગ મહેછાના માથે ૨૫૦૦૦નું ઈનામ જાહેર કરાયું છે.

રાજસ્થાનના ઉદેપુરના ભરત ઉદાજી ડાંગી સામે ૫૦ હજાર, રાજસ્થાન શિરોહીનાઆશીષ ઉર્ફે આસુ રમેશભાઈ અગ્રવાલ, ફતેપુર સીકરીના રૂપનગરના અનિલ ઉર્ફે પાંડયા જગદીશપ્રસાદ જાટ અંગે માહિતી આપનારને એક લાખ રૂપિયા આપવામાં આવશે. અને બાતમીદારનું નામ પણ ગુ રખાશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application