મંત્રી રઘુરાજ સિંહે વધુમાં કહ્યું કે હોળી દરમિયાન ખલેલ પહોંચાડનારાઓ માટે ત્રણ વિકલ્પો છે- જેલમાં જાઓ, રાજ્ય છોડી દો અથવા યમરાજ પાસે પોતાનું નામ લખાવી લો. રઘુરાજ સિંહે એમ પણ કહ્યું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મંદિર બનાવવામાં આવશે, તેમણે બહુમતનું સન્માન કરવું જોઈએ.
મંત્રી રઘુરાજ સિંહે કહ્યું કે શુક્રવાર વર્ષમાં 52 વખત આવે છે અને હોળી એક જ દિવસે આવે છે. તેથી, એક દિવસ મોડી નમાઝ પઢો. જો હોળી રમાતી હોય એ વખતે જ નમાઝ વાંચવી હોય તો મારું સૂચન એ છે કે જેમ બેગમ હિજાબ પહેરે છે, તેવી જ રીતે તાડપત્રી પહેરો જેથી તમે રંગોથી બચી શકો.
મંત્રીના જણાવ્યા મુજબ સરકારે આદેશ આપ્યો છે કે હોળી ઉજવવામાં આવશે. કારણ કે તે શ્રદ્ધાનો પ્રશ્ન છે. સતયુગ, ત્રેતા, દ્વાપર પછી હવે કળિયુગમાં પણ હોળી ઉજવવામાં આવી રહી છે. જો ટોપી પહેરનારા લોકો રંગોથી બચવા માંગતા હોય તો તેમણે તાડપત્રીમાંથી એક સારો હિજાબ બનાવડાવવો અને તેને પહેરીને બહાર જવું જોઈએ. જેથી તેમની ટોપી ભીની નહી થાય. કારણ કે આપણે એમ ન કહી શકીએ કે રંગ 20 મીટર કે 25 મીટર સુધી જ ઉડાડો. આ શક્ય નથી, જેમને રંગ સામે વાંધો છે તેમણે આ કરવું જોઈએ. જેમને વાંધો નથી તેમનું સ્વાગત છે.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કેસમાં મંત્રી રઘુરાજ સિંહે કહ્યું કે હું એએમયુ પ્રશાસનને વિનંતી કરીશ કે આ યુનિવર્સિટી ભારતમાં છે, પાકિસ્તાનમાં નહીં. બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે જે રીતે વર્તન કરવામાં આવી રહ્યં છે એવું અહીંયા નહીં ચાલે. અહીં, બહુમતીને અનુરૂપ ચાલવું પડશે. આપણા કરમાંથી તેમને પગાર મળે છે. એએમયુના વિદ્યાર્થીઓએ ગેરસમજનો શિકાર ન બનવું જોઈએ. અહીં ભારતીય કાયદો લાગુ પડે છે. ત્યારે કોંગ્રેસનો સમય હતો, જ્યારે આ બધું ચાલી રહ્યું હતું પરંતુ હવે હોળી ઉજવવામાં આવશે અને જે કોઈ હોળીમાં ખલેલ પહોંચાડશે તેને જેલમાં મોકલવામાં આવશે. નહિંતર રાજ્ય છોડી દો અથવા ઉપર જાઓ.
મંત્રીએ એમ પણ કહ્યું કે હું સંમત છું કે એએમયુમાં મંદિર બનાવવું જોઈએ. જો ત્યાં મસ્જિદ છે, તો મંદિર પણ હોવું જોઈએ. જો મંદિર બનશે, તો હું મારી જમીન અને મિલકત વેચીને દાન કરનારો પહેલો વ્યક્તિ બનીશ. જો અબુ ધાબીમાં મંદિર બનાવી શકાય છે તો એએમયુમાં કેમ ન બનાવી શકાય? એ લોકોએ મોટું મન રાખવું જોઈએ. હું મંદિરનો વિરોધ કરી રહેલા કટ્ટરપંથીઓને કહેવા માંગુ છું કે યુનિવર્સિટી તમારા પૂર્વજોના પૈસાથી ચલાવવામાં આવતી નથી. યુનિવર્સિટી આપણા પૈસાથી ચાલે છે. તેથી મંદિર તો બનવું જ જોઈએ. તમારે તમારી મર્યાદા ઓળંગવી ન જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech