જો તમને ઘરમાં સતત ચપ્પલ પહેરવાની આદત હોય તો ચેતી જજો : શા માટે? વાંચો અહીં

  • April 17, 2021 02:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આધુનિક સમયમાં લોકો સતત પોતાના ઘરમાં પણ ચંપલ પહેરવાનું પસંદ કરે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર એવા પાંચ સ્થળ સૂચવવામાં આવ્યા છે જ્યાં ચંપલ પહેરીને જવું જોઈએ નહીં. ચાર સ્થળ આપણા ઘરમાં જ રહેલા છે પરંતુ એક સ્થળ ઘરની બહારનું છે. શાસ્ત્રોમાં સૂચવેલી આપણા જ ઘરમાં જ આવેલી જગ્યા ઉપર જે ચંપલ પહેરીને જાય છે તેને વાસ્તુ દોષ લાગે છે અને તેને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એવું કહેવાય છે. આથી આ પાંચ જગ્યાએ ક્યારે ચંપલ પહેરીને જોવું જોઈએ નહીં.

 

 

સ્ટોરેજ - સ્ટોરેજ એટલે કે ભંડાર ઘરમાં ક્યારેય ચપ્પલ પહેરીને જવું જોઈએ નહીં. વર્તમાન સમયમાં સ્ટોર રૂમમાં જ આખા વર્ષનું અનાજ કઠોળ સંગ્રહ કરીને રાખવામાં આવે છે. આથી જ્યાં અનાજ કઠોળ સંગ્રહ કરાયેલું હોય તેવા સ્થળે ક્યારેય ચંપલ પહેરીને જવું જોઈએ નહીં.

 

 

તિજોરી - તિજોરી કે કબાટ પાસે ચપ્પલ પહેરીને જવાથી લક્ષ્મીજી નારાજ થવાનું કહેવાય છે અને આવું કરનારને સતત આર્થિક તંગીનો ભોગ બનવું પડે છે.

 

 

રસોડું - ઘણા લોકોને રસોઈ બનાવતા સમયે પણ ચપ્પલ પહેરવાની આદત હોય છે પરંતુ શાસ્ત્રના નિયમ અનુસાર ક્યારે રસોડામાં ચંપલ પહેરવા જોઈએ નહીં.

 

 

મંદિર - ઘરનું મંદિર ભલે નાનું હોય પરંતુ મંદિરની આસપાસ કે પૂજા સમયે ઘરમાં પહેરવાના ચપ્પલ પણ પહેરવા જોઈએ નહીં.

 

 

પવિત્ર નદી - નદીને હિન્દુ ધર્મમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આથી નદી કિનારે ચંપલ પહેરી શકાય પરંતુ નદીમાં પગ બોળવા સમયે કે સ્નાન કરતી વખતે નદીમાં ક્યારેય ચંપલ પહેરવા જોઈએ નહીં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application