દિવાળી દરમિયાન દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 556 નોંધાયો છે. વધતા પ્રદૂષણને કારણે લોકોના સ્વાસ્થ્યને પણ ગંભીર અસર થઈ રહી છે. ઝેરી હવાના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ, ગળામાં દુખાવો અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
જો કે પ્રદુષણના કારણે ઉધરસની સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન છે. ખાંસી વધે ત્યારે પેટ અને પાંસળીમાં દુખાવો થવા લાગે છે. જો આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તેનાથી રાહત મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાયોનો ઉપયોગ કરી શકો છો. આનાથી ઉધરસને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે.
આદુ
રિપોર્ટ અનુસાર, પ્રદૂષણને કારણે થતી ઉધરસથી છુટકારો મેળવવામાં આદુ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં એન્ટિ-માઇક્રોબાયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે કફની સમસ્યામાં રાહત આપે છે. આ માટે આદુનો એક નાનો ટુકડો મધ સાથે ખાઈ શકો છો.
મધ
કફની સમસ્યામાં મધ ખાવું પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ડેક્સ્ટ્રોમેથોર્ફન નામનું તત્વ જોવા મળે છે, જે કફને નિયંત્રિત કરે છે. આ માટે એક ચમચી મધ ખાઈ શકો છો અથવા તેને હુંફાળા પાણીમાં ભેળવીને પી શકો છો.
મીઠાના પાણીથી કોગળા કરો
મીઠાના પાણીથી કોગળા કરવાથી ફેફસાં અને શ્વસનતંત્ર સાફ થાય છે. આનાથી ગળામાં ખરાશ અને ઉધરસમાં રાહત મળે છે. એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી મીઠું ભેળવીને દિવસમાં ઓછામાં ઓછું બે વાર કોગળા કરો. આનાથી ઘણો ફાયદો થઈ શકે છે.
સ્ટીમ લો
જો ઉધરસ થઈ હોય તો તેના માટે સ્ટીમ લઈ શકો છો. દિવસમાં બે વાર 10 થી 15 મિનિટ સુધી સ્ટીમ લો. ઉધરસમાં સ્ટીમ લેવી પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationSMCની હેટ્રીક: રાજકોટ, આટકોટમાંથી પોણા કરોડનો દારૂ ઝડપાયો
January 24, 2025 03:21 PM26 જાન્યુઆરીએ બનાવો આ 5 ત્રિરંગા વાનગી, ફક્ત બાળકો જ નહીં વડીલો પણ થશે ખુશ
January 24, 2025 03:20 PMરાજકુમારના અનુગામી તરીકે રાજયના મુખ્ય સચિવ બન્યા IAS પંકજ જોશી
January 24, 2025 03:19 PMરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMઅમદાવાદમાં કોલ્ડપ્લેની ટીમનું ગ્રાન્ડ વેલકમ, હોટલમાં ટીમ પર ગુલાબની પાંદડીઓનો વરસાદ થયો, જુઓ વીડિયો
January 24, 2025 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech