શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ન્યુ રેસકોર્સ પાસે લાઈટ હાઉસમાં સ્માર્ટ સિટી ખાતે ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે અહીંના રહેવાસીઓને આગામી તહેવાર સમયે બહારગામ જતી વેળાએ સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ લોકરમાં મુકવા તેમજ પાડોશી અને પોલીસ સ્ટેશનને જાણ કરવા સલાહ આપી હતી.
ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશના પગલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.જી.વસાવાની રાહબરી હેઠળ ન્યુ રેસકોર્સ પાસે આવેલા લાઈટ હાઉસ સ્માર્ટ સિટી ખાતે ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીઆઇ ઉપરાંત પીએસઆઇ એન.કે.પંડા, ડી.બી. કારેથા, શી ટીમ, સાયબર સ્કોવડ અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પોલીસે નશામુકત ભારત વિશે જાગૃતિ લાવવા માહિતી આપી હતી તેમજ ટ્રાફિક અવેરનેસ તથા શી ટીમની કામગીરી સાયબર ફ્રોડથી બચવા અંગે જાગૃતિની માહિતી તથા પોલીસ મદદ માટે ૧૦૦ નંબરની હેલ્પલાઇન, સિનિયર સિટીઝન હેલ્પલાઇન ૧૦૯૬ સાઈબર ફ્રોડની હેલ્પલાઇન ૧૯૩૦ ની માહિતી આપી હતી. તથા શી ટીમ દ્રારા ગુડ ટચ, બેડ ટચની માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં પોલીસે ખાસ કરીને લોકોને આગામી દિવાળીના તહેવાર દરમિયાન બહારગામ જતી વખતે સોના–ચાંદીના ઘરેણા તથા રોકડ બેંક લોકરમાં મુકવા તથા પાડોશી તથા પોલીસને જાણ કરવા સમજ આપી હતી. આ ઉપરાંત રહીશો દ્રારા રજૂ કરવામાં આવેલી પોતાની ત્રણ વાત અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પોલીસે બાહેંધરી આપી હતી. આ કાર્યક્રમમાં મહિલાઓ, બાળકો, સિનિયર સિટીઝનો તથા પુષો મળી ૧૦૦ જેટલા લોકો હાજર રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુખ્યમંત્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે
November 22, 2024 11:35 AMજસાપરમાં સાસુ સાથે બોલાચાલી થતા યુવતિએ ખડમાં છાંટવાની દવા પીધી
November 22, 2024 11:35 AMખંભાળિયામાં સેવા સદન જતા બે વૈકલ્પિક માર્ગ પાકા કરવા માંગ
November 22, 2024 11:33 AMગિરનાર પર્વત પર ૮.૯, જૂનાગઢમાં ૧૩.૯થી મોસમ ઠંડા ઠંડા કુલ કુલ
November 22, 2024 11:32 AMજસદણ બાલયોગી જગ્યાએ જગતગુરૂ રામાનંદાચાર્યની વિરાટ મૂર્તિનું અનાવરણ
November 22, 2024 11:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech