તીર્થમાં નથી જઈ શકતા તો ઘરે જ આ રીતે કરો પિતૃતર્પણ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજથી શ્રાધ્ધપર્વ શરૂ થયા છે. હિન્દુ પુરાણોમાં શ્રદ્ધાનું ઘણું મહત્વ છે. દેશભરમાં અનેક સ્થાનો એવા છે જ્યાં જઈને પિતૃતર્પણ કરવાની મહત્વતા ખુબ છે. જોકે હાલ કોરોના મહામારીમાં આપણે કોઈ સ્થળે જઈ શકતા નથી ત્યારે ઘરે રહીને કેટલીક વિધિ કરવાથી આપના પિતૃઓને મુક્તિ અપાવી શકીએ છીએ.

 

શ્રાદ્ધ દરમિયાન સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરી વિધિ કરવાની હોય છે. આ વિધિ થાય નહીં ત્યાં સુધી ભૂખ્યા રહેવાનું હોય છે.બપોરે ૧૨ વાગ્યે દક્ષિણ દિશામાં મોઢું રાખીને બેસવું. એક ત્રાંબાના મોટા વાસનામાં જવ, તલ, ચોખા, ગાયનું કાચું દૂધ, ગંગાજળ, સફેદફૂલ અને પાણી નાંખો. હાથમાં ઘાસ રાખીને બંને હાથમાં પાણી ભરો અને અંગુઠાથી તે જ વાસનામાં પાણી નાંખો. આવું ૧૧ વાર કરવાનું હોય છે. અને તમારા પિતૃની સદગતિ માટે પ્રાર્થના કરીને આશીર્વાદ મેળવો. જનોઈ ધારકોએ જનોઈ પહેરીને જ આ વિધિ કરવી. અડદના લોટમાં મધ અને કાળા તલ નાંખીને પિંડ બનાવીને પિતૃઓને યાદ કરીએ પાણીમાં પધરાવવાથી પણ પિતૃશાંતિ થાય છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે એ પ્રમાણે ભાગવદપુરાણનો પાઠ કરવામાં આવે છે.     

 

મહિલાઓ શુધ્દ થઈને પિતૃ માટે સાત્વિક ભોજન બનાવે છે. જેમાં ખીર અને ભાખરી કે રોટલી બાનાવાતા હોય છે. જે દરેક ઘરમાં જુદી જુદી રીતે બનાવવામાં આવે છે. તર્પણ બાદ આ ભોજન પિતૃઓને ધરાવીને ગાય, કુતરું, કાગડો અને કિડીઓને કરાવવામાં આવે છે. બ્રાહ્મણોને દક્ષિણા અને ગરીબોને દાન આપીને તેમના આશીર્વાદ મેળવો. આમ ઘરેથી જ પિતૃઓને પાણી પીવડાવો. ગુજરાતી ઘરોમાં પીપળાના વુક્ષને પાણી પીવડાવવામાં આવે છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS