આજકાલ ઘણા લોકો વાળ ખરવા અને ડેન્ડ્રફ જેવી સમસ્યાઓથી પરેશાન છે. આને ઠીક કરવા માટે લોકો ઘણા પ્રકારના હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, આ સિવાય કેટલાક લોકો હેર ટ્રીટમેન્ટ કરાવે છે જેથી તેમના વાળ નરમ અને ચમકદાર બને પરંતુ પ્રયત્નો પછી પણ ડેન્ડ્રફ અને વાળ ખરવા જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવો શક્ય નથી. ત્યારે ઘરમાં હાજર આ કુદરતી વસ્તુઓ વાળ સંબંધિત સમસ્યાઓને ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
લીમડાના પાનમાં એન્ટી એમ્ફામેટરી અને એન્ટિ-માઈક્રોબાયલ ગુણ હોય છે. તેથી તે ડેન્ડ્રફ અને વાળ સંબંધિત સમસ્યાઓ ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
લીમડાના પાનનું પાણી
એક કપ લીમડાના પાન લો અને તેને સારી રીતે ધોઈ લો. એક પેનમાં ચારથી પાંચ કપ પાણી નાખીને પાણીનો રંગ લીલો થાય ત્યાં સુધી ઉકાળો. પાણી ઠંડુ થાય એટલે ગાળી લો. હવે આ લીમડાના પાણીને સ્વચ્છ વાળ અને માથાની ચામડી પર સારી રીતે લગાવો. થોડીવાર રહેવા દો, પછી પાણીથી ધોઈ લો.
લીમડાનો હેર પેક
આ માટે સૌ પ્રથમ લીમડાના કેટલાક પાન લો અને તેને સારી રીતે ધોઈ લો. ત્યાર બાદ તેને પીસીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને એક બાઉલમાં મૂકો અને તેમાં 2 ચમચી નારિયેળ તેલ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો. જ્યારે આ પેસ્ટનો રંગ બદલાવા લાગે તો તેને વાળ અને માથાની ચામડી પર લગાવો. આ પેસ્ટને 15 થી 20 મિનિટ સુધી લગાવ્યા પછી, વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો.
લીમડો અને આમળા
વાળના ગ્રોથને સુધારવા માટે લીમડો અને આમળાને મિક્સ કરીને પણ વાપરી શકો છો. આ માટે સૌપ્રથમ 3 થી 4 ચમચી લીમડાના પાવડરમાં 3 ચમચી આમળા પાઉડર ભેળવો અને તેને નવશેકા પાણીમાં ભેળવીને પેસ્ટ બનાવો અને વાળમાં લગાવો. આ માસ્કને વાળમાં 15 થી 20 મિનિટ સુધી લગાવો અને પછી વાળ ધોઈ લો.
લીમડાનું તેલ
વાળમાં લીમડાના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તેને નારિયેળ તેલમાં મિક્સ કરો અને માથામાં મસાજ કરો અને તેને 30 મિનિટ માટે છોડી દો. પછી હળવા શેમ્પૂથી વાળ ધોઈ લો.
જો પહેલીવાર લીમડાનો ઉપયોગ કરી રહ્યા છો તો પેસ્ટ ટેસ્ટ પણ કરી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech