જો પહેલી વાર વિદેશ જઈ રહ્યા છો તો આ બાબતોનું રાખો ધ્યાન

  • March 04, 2025 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​વિદેશ પ્રવાસનું નામ સાંભળતા જ લોકો ખુશ થઈ જાય છે. કારણ કે વિદેશ પ્રવાસ એ દરેકનું સ્વપ્ન હોય છે પરંતુ ક્યારેક એક્સાઈટમેન્ટમાં લોકો યોગ્ય રીતે તૈયારી કરી શકતા નથી અથવા તો જરૂરી વસ્તુ લઇ જવાનું ભૂલી જતા હોય છે. ત્યારે જો તમે પહેલી વાર વિદેશ પ્રવાસ કરી રહ્યા છો તો કેટલીક બાબતો છે જે ધ્યાનમાં રાખવામાં આવે તો ટ્રીપ દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો નહી કરવો પડે.


જો પહેલી વાર વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છો તો કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાસપોર્ટ અને વિઝા સંબંધિત દસ્તાવેજો અંગે સાચી માહિતી, લોકલ કરન્સી અને ખર્ચનું આયોજન, કાનૂની માહિતી હોવી અને સંસ્કૃતિને સમજવી તમારી મુસાફરીને સરળ બનાવી શકે છે.


ઉપરાંત, ફ્લાઇટ બુકિંગથી લઈને હોટેલ રોકાણ સુધીની દરેક બાબતમાં સાવધાની રાખવી જરૂરી છે. કોઈપણ પ્રકારની મુશ્કેલીથી બચવા માટે આ ટિપ્સ અપનાવીને યાત્રાને યાદગાર બનાવી શકો છો.


વિદેશ પ્રવાસ પર જતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો


  • વિદેશ જવા માટે સૌથી મહત્વની વસ્તુ પાસપોર્ટ છે. સૌથી પહેલા તેને બેગમાં મૂકો. જો મુસાફરી દરમિયાન સામાન ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો આવી પરિસ્થિતિમાં મુશ્કેલી ટાળવા માટે પાસપોર્ટની એક નકલ સાથે રાખો. જો તમારી પાસે એક નકલ હશે, તો તમારી નાગરિકતા સાબિત કરવી સરળ બનશે.

  • વિદેશનું હવામાન અને વાતાવરણ ક્યારેક બીમાર કરી શકે છે. ત્યાં તબીબી સુવિધાઓ ખૂબ મોંઘી છે, તેથી ડૉક્ટર અને વીમા સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો પાસે રાખો એ વધુ સારું રહેશે. ભલે કોઈ ગંભીર બીમારીથી પીડિત ન હોય તો પણ એક ફર્સ્ટ એડ બોક્સ સાથે રાખો.

  • જો કોઈ દેશને જાણવા અને સમજવા માંગતા હોવ અને ફક્ત તેને જોવા માંગતા ન હોવ તો તેના પર સંપૂર્ણ રિસર્ચ કર્યા પછી જ ત્યાં જાઓ. મહત્વપૂર્ણ વિગતો નોંધી પણ શકો છો.

  • વિદેશ પ્રવાસ માટે ફિટ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ક્યારેક લાંબા સમય સુધી ચાલવું પડી શકે છે. જેના કારણે જો ફિટ ન હોવ તો સમસ્યા વધી શકે છે.

  • પ્રવાસનું આયોજન કરતી વખતે ત્યાંના હવામાન વિશે સંપૂર્ણ સંશોધન કરો અને પછી તે મુજબ પેકિંગ કરો.

  • વિદેશ પ્રવાસ કરતી વખતે ઓછામાં ઓછો સામાન સાથે રાખો. એવા કપડાં પેક કરો જે ઘણી રીતે લઈ જઈ શકો. આ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે વિદેશ મુસાફરી દરમિયાન ખરીદી કરવામાં આવે તો તે બેગમાં સમાઈ જાય. તેથી પાછા ફરતી વખતે એરપોર્ટ પર વધારાનો ખર્ચ ચૂકવવો પડી શકે છે.

  • જો એવી યાત્રા પર જઈ રહ્યા છો જ્યાં અંગ્રેજી બોલાતું નથી તો ફોન અથવા ડાયરીમાં સ્થાનિક ભાષામાં હોટલનું નામ અને સરનામું લખેલું રાખો. આનાથી ટેક્સી લેતી વખતે થતી સમસ્યાઓ ઓછી થશે અને સરળતાથી સંપર્ક કરી શકશો. થોડી સ્થાનિક ભાષા શીખવાનો પ્રયાસ કરો.

  • વિવિધ દેશોમાં વિવિધ પ્રકારના પ્લગ હોય છે. તેથી જો વિદેશમાં ફોનનો ઉપયોગ કરી રહ્યા છો, તો સાથે USB ચાર્જર રાખો. પાવર બેંક પણ અવશ્ય રાખો.
  • વિદેશ પ્રવાસ કરતી વખતે, સ્થાનિક લોકો સાથે સારો વ્યવહાર કરો. ઉપરાંત, ત્યાંના નિયમો અને કાયદાઓનું પાલન કરો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application