રાજકોટ મહાનગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં ચાલતી પ્રસાદી પ્રથા બધં કરીને પારદર્શકતા લાવવાના હેતુથી તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર દ્રારા વધુ એક હુકમ કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે બિનખેતી હુકમમાં દર્શાવેલ હેતુ અને વિકાસ પરવાનગીમાં દર્શાવેલ હેતુ સમાન નહીં હોય તો બીયુપી અટકાવવાનું રહેશે, અરજદાર દ્રારા બિનખેતી હેતુ રિવાઇઝડ કરાવાય ત્યારબાદ જ બીયુપી આપવાનું રહેશે.
વિશેષમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇએ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચને કરેલા હત્પકમમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બાંધકામ પરવાનગી મેળવતા પહેલા કલેકટર કચેરીમાંથી બિન ખેતી પરવાનગી મેળવવી અનિવાર્ય છે. બિનખેતી હત્પકમમાં ઉલ્લેખિત હેતુ તથા ક્ષેત્રફળની વિગતો તથા સીજીડીસીઆરની જુદી–જુદી જોગવાઇઓ તથા અન્ય સરકારી–અર્ધસરકારી ખાતાઓ–વિભાગો પાસેથી મેળવવામાં આવતી એનઓસીની વિગતો ધ્યાને લઇ, અત્રેથી વિકાસ પરવાનગી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ કાર્યવાહી દરમ્યાન અરજદાર દ્રારા રજુ થતા બિનખેતી હત્પકમમાં ઉલ્લેખિત હેતુ તથા વિકાસ પરવાનગી મેળવવા જોગ હેતુ પરસ્પર સુસંગત હોવા અનિવાર્ય છે. જે બાબતને જાણમાં લઇ, વિકાસ પરવાનગીઓના પ્રકરણમાં રજુ થયેલ બિનખેતી હત્પકમમાં ઉલ્લેખિત હેતુની વિગતો મેળવવા જોગ વિકાસ પરવાનગીના હેતુ સાથે સુસંગત થાય છે કે કેમ ? તેની ચકાસણી દરેક ઝોન કક્ષાએથી વિકાસ પરવાનગી આપતા પહેલા કરી લેવાની રહેશે. જો હેતુ પરસ્પર સુસંગત નહિ હોય તો અરજદારને સૌપ્રથમ બિનખેતી હત્પકમ રિવાઈડ કરાવવા જાણ કરવાની રહેશે. જે કિસ્સાઓમાં વિકાસ પરવાનગી અપાયેલ હોય તથા બીયુ પરવાનગી આપવાની બાકીમાં હોય તેવા કિસ્સામાં પણ બિનખેતી હેતુ રિવાઈડ કર્યા બાદ જ બીયુ પરવાનગી આપવાની રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબ કિંગ્સનો ઐતિહાસિક વિજય, KKRને માત્ર 95 રનમાં ઓલઆઉટ કરીને 16 રનથી જીત્યું
April 15, 2025 11:02 PMIndia's Got Latent Row: સમય રૈના અને રણવીરની મુશ્કેલીઓ વધી, સાયબર સેલમાં ફરી નિવેદન
April 15, 2025 07:45 PMઅમેરિકી ટેરિફના વિરોધમાં ચીનનો મોટો નિર્ણય, બોઇંગ જેટની ડિલિવરી કરી રદ્દ
April 15, 2025 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech