માં દુર્ગા અને કાળભૈરવની પૂજા મંદિરમાં થાય તો ઘરમાં કેમ નહી?

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવરાત્રીમાં આઠમ અથવા નોમના દિવસે કન્જક  પૂજન કરવામાં આવે છે. આ પૂજનમાં પ્રદેશ અનુસાર વિવિધતા જોવા મળે છે પરંતુ ભારતભરમાં અને દુનિયાભરમાં વસતા ગુજરાતીઓ આ પૂજન કરવાનું ચૂકતા નથી. આ દિવસે નવ કન્યાઓનાં પૂજન સાથે કાળભૈરવના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

માન્યતા અનુસાર કાળભૈરવ વિના માં દુર્ગાની પૂજા અધુરી ગણાય છે. આથી વિશેષ સિદ્ધિ માટે માં દુર્ગા અને કાળભૈરવની નવરાત્રી દરમિયાન વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. આથી માં દુર્ગાના મંદિરની આસપાસ કાળ ભૈરવનું મંદિર રાખવાની પ્રથા જોવા મળે છે. લોકો મા અંબાના દર્શન સાથે જ કાળભૈરવના દર્શન કરે છે અને તેના કષ્ટ દૂર કરવાની પ્રાર્થના કરે છે.

ગૃહસ્થ લોકો નથી કરતા કાળ ભૈરવનું પૂજન

કહેવાય છે કે ગૃહસ્થ લોકો કાળભૈરવનું પૂજન કરતા નથી તેમજ તેમના ઘરના મંદિરમાં કાળભૈરવને સ્થાન આપતાં નથી. કારણકે કાળભૈરવને તંત્રના દેવાતા માનવામાં આવે છે આથી કાળભૈરવની ઘરે કોઈ પૂજા કરતુ નથી પરંતુ જ્યારે માં શક્તિ સાથે વાત આવે ત્યારે કાળભૈરવની પૂજા કરવામાં આવે છે અને આ સમયે પણ તેના બાળસ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

હિન્દુ માન્યતા અનુસાર એકવાર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલેકે ત્રીદેવો વચ્ચે કોણ શ્રેષ્ઠ એ બાબતે વિવાદ સર્જાયો હતો. જેનું નિરાકરણ લાવવા માટે ત્રણેય દેવો ઋષિમુનિઓ પાસે પહોચ્યા હતા. ત્યારે શિવને સૌથી શ્રેષ્ઠ કહેવામાં અવ્યા અને બ્રહ્મા તેમજ વિષ્ણુને એ વાતનું ખોટું લાગ્યું હતું. બંને દેવતાઓએ ભગવાનનું અપમાન કરવાનું શરુ કર્યું અને શિવ ક્રોધે ભરાયા. કહેવાય છે કે આ ક્રોધમાંથી કાળભૈરવનો જ્ન્મ થયો હતો અમે તેથી જ માતાજીની આસપાસ કાળ ભૈરવનું મંદિર હોય છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application