ઈરાન અને ઇઝરાયેલ-અમેરિકા યુદ્ધે સમગ્ર મિડલ ઇસ્ટ વિસ્તારને બાનમાં લીધું છે. યુદ્દને પગલે સમગ્ર દુનિયાના અર્થતંત્રને અસર પહોંચી રહી છે. ગેસ અને તેલના પુરવઠાનું પરિવહન નહિ થઇ શકતા દુનિયાભરમાં અસર જોવા મળી રહી છે તો મોરબી સિરામિક એકમો બધં થવાનું શરૂ થઇ ચૂક્યું છે અને આગામી દિવસોમાં ૯૦ ટકા યુનિટો બધં કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
મોરબી સિરામિક એસો. પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે યુદ્ધને પગલે ગલ્ફ દેશોમાંથી આવતો ગેસ સપ્લાય અટકી ગયો છે અને ગુજરાત ગેસ પણ થોડો પુરવઠો બચ્યો છે. આજે ઉદ્યોગકારો સાથે મિટિંગમાં ૧૫થી વધુ ફેક્ટરીઓએ શટડાઉન કર્યાની માહિતી મળી છે અને આગામી દિવસોમાં અન્ય એકમો પણ બધં થશે. પ્રોપેન ગેસ વપરાશ કરનાર ૬૦ ટકા સિરામિક એકમો પાસે ૧–૨ દિવસ ચાલે તેટલો પુરવઠો છે અને પ્રોપેન સપ્લાય સદંતર બધં છે.
જેથી ૧–૨ દિવસમાં વધુ એકમો બંધ થશે. તેમજ ગુજરાત ગેસ દ્વારા મળતી સપ્લાયમાં ૫૦ ટકાનો કાપ મૂકી દેવામાં આવ્યો છે અને અમારા અંદાજ મુજબ ૧૫ માર્ચ સુધી ગેસ સપ્લાય ચાલુ રહી સકે છે અને યુદ્ધ વધુ ૧૦ દિવસ ખેંચાય તો ૯૦ ટકા એકમો બધં કરવા પડશે તેમ પ્રમુખે ઉમેર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application