રસોડામાં કામ કરતી વખતે ઘણીવાર નાની બેદરકારીના કારણે મોટી મહેનત પાણીમાં ફરી જાય છે. ક્યારેક શાકમાં મીઠું કે મરચું વધી જાય છે, તો ક્યારેક ગેસની આંચ તેજ હોવાને કારણે શાક તળિયે ચોંટીને બળી જાય છે. સામાન્ય રીતે લોકો બળેલા શાકની કડવાશ અને ગંધના કારણે તેને તરત જ ફેંકી દે છે. પરંતુ હવે તમારે આવું કરવાની બિલકુલ જરૂર નથી.એક સરળ કિચન ટ્રીકની મદદથી તમે બળેલા શાકનો સ્વાદ અને સુગંધ મિનિટોમાં સુધારી શકો છો.
સરળ સ્ટેપ્સથી બચાવો તમારું બગડેલું શાક
બળેલા ભાગને તરત જ અલગ કરો
શાક બળી જાય એટલે સૌથી પહેલા ઉપરના સારા ભાગને ચમચી વડે અલગ વાસણમાં કાઢી લો. તળિયે ચોંટેલા બળેલા ભાગને બિલકુલ હલાવશો નહીં, નહીં તો આખી સબ્જીમાં બળેલાની દુર્ગંધ ફેલાઈ જશે.
રસોડાની આ એક સફેદ વસ્તુ આપશે નવું જીવન
શાકને બીજા વાસણમાં લીધા પછી, તેમાં થોડું દહીં ઉમેરો. દહીંને શાક સાથે ધીમે-ધીમે બરાબર મિક્સ કરી લો .
સ્વાદ થશે બેલેન્સ
દહીંની ખટાશ અને તેનો ક્રીમી ટેક્સચર શાકમાં રહેલી કડવાશ અને બળેલા સ્વાદને દબાવી દે છે, જેનાથી મસાલાનો અસલી ફ્લેવર ફરી પાછો આવી જાય છે.
શું આ રીત ખરેખર અકસીર છે?
નિષ્ણાતોના મતે, આ ટ્રીક હળવા બળેલા શાક માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે અને તે ગંધને દૂર કરવામાં મદદ કરે છે. જો કે, જો શાક અતિશય વધારે પ્રમાણમાં બળી ગયું હોય, તો તેને પૂરેપૂરું ઠીક કરવું મુશ્કેલ બની શકે છે. પરંતુ અડધું-પડધું બળેલું અન્ન ફેંકવાને બદલે એકવાર આ દહીંવાળો પ્રયોગ અજમાવવો ચોક્કસથી ફાયદાકારક છે.