મોજામાંથી આવતી વાસ ઘણીવાર વ્યક્તિ માટે શરમનું કારણ બને છે. ખાસ કરીને જ્યારે તે બહારના લોકો સાથે બેઠા હોય. આ સમસ્યા મોટે ભાગે એવા લોકોને થાય છે જેમના પગમાં વધુ પડતો પરસેવો વળે છે. મોજામાંથી દુર્ગંધ આવવા પાછળ ઘણા કારણો હોય શકે છે, જેમ કે પરસેવો, બેક્ટેરિયા અને ફંગસ. પરસેવાની દુર્ગંધને કારણે પણ મોજામાંથી દુર્ગંધ આવે છે પરંતુ કેટલીકવાર સમયના અભાવે અથવા કોઈ કામમાં વ્યસ્ત હોવાને કારણે વ્યક્તિ માટે દરરોજ મોજા ધોવા મુશ્કેલ બની જાય છે. તેના માટે આ ટિપ્સ મદદ કરી શકે છે. આ ટિપ્સની મદદથી મોજાને ધોયા વગર ગંદી વાસને દૂર કરી શકાય છે.
ગંદા મોજાને તડકામાં સૂકવો
જો મોજામાંથી હંમેશા દુર્ગંધ આવતી હોય તો તેને ઉતારીને તરત જ તેને તડકામાં અથવા ખુલ્લી હવામાં લટકાવી દો. આમ કરવાથી મોજાંની દુર્ગંધ થોડા જ સમયમાં ઉડી જશે અને તેને ધોવાની જરૂર નહીં રહે.
કોટનના મોજાં
જેમના પગમાં વધુ પડતો પરસેવો થતો હોય તેવા લોકોએ હંમેશા કોટનના મોજા પહેરવા જોઈએ. આ પ્રકારના મોજાં પરસેવાને સારી રીતે શોષી લે છે. જ્યારે સિન્થેટિક મોજામાં એવું થતું નથી.
વોડકા
મોજાની ગંધથી છુટકારો મેળવવા માટે વોડકાનો પણ ઉપયોગ કરી શકો છો. આ ઉપાય કરવા માટે એક સ્પ્રે બોટલમાં ફ્લેવર્ડ વોડકા ભરો અને તેને મોજા પર સ્પ્રે કરો અને તેને 7-8 કલાક માટે ખુલ્લી હવામાં રાખો. ચોક્કસ સમય પછી જોશો કે મોજામાંથી ગંધ દૂર થઈ ગઈ છે.
ખાવાનો સોડા
ખાવાનો સોડા કુદરતી ક્લીનઝર હોવાને કારણે મોજાની ગંધને સરળતાથી શોષી લે છે. મોજાની દુર્ગંધ દૂર કરવા માટે મોજા પર બે ચમચી બેકિંગ પાવડર છાંટીને 30 મિનિટ સુધી રાખો. નિર્ધારિત સમય પછી મોજાને સારી રીતે સાફ કરો. ખાવાના સોડાથી દુર્ગંધ પણ દૂર થઈ જશે.
લીંબુનો રસ
મોજાની દુર્ગંધ અને બેક્ટેરિયાનો નાશ કરવા માટે લીંબુનો રસ સારો ઉપાય છે. આ ઉપાય કરવા માટે એક સ્પ્રે બોટલમાં લીંબુનો રસ નાખીને દુર્ગંધવાળા મોજા પર સ્પ્રે કરો અને મોજાને આખી રાત હવામાં લટકાવી દો. મોજામાંથી દુર્ગંધ દૂર થવાની સાથે ફ્રેસ સ્મેલ પણ આવવા લાગશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech