રેલવેમાં નવી પેન્શન સ્કીમના સ્થાને જૂની પેન્શન સ્કીમ દાખલ ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

  • January 12, 2024 05:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેસ્ટર્ન રેલવે મજદૂર સઘં દ્રારા નવી પેન્શન યોજના નાબૂદ કરી જૂની પેન્શન યોજના ફરીથી દાખલ કરવાની માગણી સાથે તા. ૮થી ૧૧ જાન્યુઆરી સુધી રાજકોટ ડિવિઝનના ઓખા થી માંડી વણીરોડ અને વાંકાનેર થી માંડી નવલખી સુધીના વિવિધ રેલવે મથકો ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓએ એકત્ર થઇ ભૂખ હડતાલ રાખીને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.રેલવે કર્મચારીઓના રાષ્ટ્ર્રીય સંગઠન એન એફ આઈ આરના મહામંત્રી ડો. એમ રાઘવૈયાના આહવાન પર વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘના મહામંત્રી આર જી કાબર તથા પ્રેસિડેન્ટ શરીફખાન પઠાણના માર્ગદર્શન હેઠળ રાજકોટના ડિવિઝનલ સેક્રેટરી હિરેન મહેતાના મજબૂત નેતૃત્વ હેઠળ રાજકોટ ડિવિઝનમાં ચાર દિવસ સુધી આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો ન્યુ પેન્શન સ્કીમ રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુને વધુ ઉગ્ર આંદોલનો  ના આદેશ મુજબ કરવામાં આવશે.એનપીએસના વિરોધ પ્રદર્શનમાં છેલ્લા દિવસે ૩૦૦ થી વધુ રેલ કર્મચારીઓ રાજકોટ ડિવિઝન ઓફિસમાં અંતિમ દિવસે ઉપસ્થિત રહી આક્રોશ વ્યકત કર્યેા હતો.

વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ, રાજકોટ ડિવિઝનલ સેક્રેટરી હિરેન મહેતાના જણાવ્યા મુજબ, ન્યુ પેન્શન સ્કીમ નાબૂદ કરી ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરાવવાની માંગ સબબ રાજકોટ, હાપા, થાન, વાંકાનેર, સુરેન્દ્રનગર, ઓખા, જામનગર, ખંભાળિયા, વાંકાનેર, મોરબી ખાતે ક્રમિક ભૂખ હડતાલ, રેલી નારેબાજી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ન્યુ પેન્શન યોજનાને નાબૂદ કરી ઓલ્ડ પેન્શન યોજનાને લાગુ કરાવવા માટેનો કર્મચારીઓનો હક છે,
આ ભૂખ હડતાલ, વિરોધ પ્રદર્શન, ધરણા, પ્રદર્શન રેલી વગેરે સફળ બનાવવા ડિવિઝનલ સેક્રેટરી વેસ્ટર્ન રેલવે મજદૂર સઘં રાજકોટના હિરેન મહેતાના મજબૂત નેતૃત્વ હેઠળ હિમાંશુ જાદવ મંડળ અધ્યક્ષ, અવની ઓઝા ઝોનલ મહિલા કન્વીનર, કેતન જાની, મયુર સિંહ, ઈકબાલભાઈ, રસુલ મલિક, હરેશ અમદાવાદી, એમ કે જાડેજા, એ બી સરવૈયા, ડી એસ સોઢા, અમિત ભાર્ગવ, હરિસિંહ, સુદિપ મિશ્રા, યુવરાજસિંહ, ધમભા ઝાલા, હરદેવસિંહ, જયેશ ડોડીયા, કેતન ભટ્ટી, જસ્મીન ઓઝા, શૈલેષભાઈ ભટ્ટ, અભિષેક રંજન, હિતેષ પરમાર, રાજેશ સારડીયા, હર્ષદ દેગામા, યુવરાજ, ધર્મિા થોરિયા, પુષ્પા ડોડીયા, વિક્રમ બા, જયશ્રી સોલંકી, યોતિ મહેતા, યોતિ પંડિત, ધર્મિા પૈજા , દીપીકા સુરાણી દયા રાનોલિયા, દિના વ્યાસ, ફાલ્ગુની પરમાર વગેરે જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application