એક અઠવાડિયા પહેલા હીરાસર એરપોર્ટ ની દિવાલ વરસાદના કારણે તૂટી પડા બાદ હવે દિવાલનું રીપેરીંગ કરવાના બદલે ત્યાં જાળી લગાવીને સુરક્ષા ઉભી કરાઈ હોવાના દ્રશ્યો સામે આવતા ફરી એક વખત હીરાસર એરપોર્ટ વિવાદના વમળમાં ફસાયું છે. અગાઉ કેનોપી તૂટા બાદ ગત અઠવાડિયે વરસાદના લીધે એરપોર્ટમાં રન વે ની સામેની સુરક્ષા દિવાલ તૂટી જતા વરસાદના પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોને પણ લાખો પિયાનું નુકસાન પહોંચ્યું છે.
હીરાસર એરપોર્ટની નબળી કામગીરીનો વધુ એક પૂરાવો સામે આવ્યો ત્યારબાદ પણ કોન્ટ્રાકટર સામે પગલાં ભરવાના બદલે કોન્ટ્રાકટરને આવડતા હોય તેવી ઓથોરિટીની સામે અનેક સવાલો ઊભા થયા છે. દિવાલ તૂટા બાદ ઓથોરિટી દ્રારા એક અઠવાડિયામાં દિવાલને ફરીથી બનાવવામાં આવશે તેવી જાહેરાત કરાયા બાદ ફરી એક વખત આ નિર્ણયને ફેરવી દોરવીને અત્યારે તાર નાખીને સુરક્ષા ઉભી કરવામાં આવી છે યારે સુરક્ષા માટે સીઆઈએસએફના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે જે ૨૪ કલાક પહેરો દેશે.
દિવાલ તૂટી ગયા બાદ આજુબાજુના ગ્રામજનો એ પણ જણાવ્યું હતું કે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ના કામમાં પહેલેથી જ ભ્રષ્ટ્રાચારની ગધં આવી રહી છે આ બાબતે અનેક વખત અમે ઓથોરિટી ને જાણ પણ કરી હતી તેમ છતાં હજુ કોઈ પણ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ૧૫ ફટ ઐંચી અને ૫૦ ફટ જેટલી પહોળી દિવાલ ભારે વરસાદના કારણે તૂટી પડતા આજુબાજુના ખેતરમાં અંદાજે ત્રણથી પાંચ લાખનું નુકસાન પહોંચયું છે કારણ કે આ દિવાલનો મોટો ભાગ ખેતરમાં પડો હતો જેના લીધે મોટી માત્રામાં ખેતરમાં પાણી ફળી મળ્યું હતું જેના લીધે જુવાર નો પાક ધોવાઈ ગયો છે ખેડૂતોએ એરપોર્ટ ઓથોરિટી અથવા તો સરકાર વળતર ચૂકવે તેવી માંગણી કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના એક આદેશથી હજારો શરણાર્થીઓ બેઘર થશે, જાણો ભારતીયો પર કેટલું સંકટ
January 24, 2025 04:59 PMજામનગર જિલ્લામાં પશુઓની ૫૫ ટકા વસ્તી ગણતરી સંપન્ન
January 24, 2025 04:56 PMઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:51 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech