વૈશ્વિક તાપમાનમાં ૧ ડિગ્રી પણ વધ્યું તો જીડીપીમાં થશે ૧૨ ટકાનો ઘટાડો

  • May 22, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જો વૈશ્વિક તાપમાનમાં એક ડિગ્રી સેલ્સિયસનો પણ વધારો થશે તો વૈશ્વિક જીડીપીને ૧૨ ટકાનું નુકસાન થશે. અમેરિકાના બે અર્થશાક્રીઓએ અભ્યાસ બાદ આ ચેતવણી આપી છે. હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાક્રી એડિ્રયન બિલાલ અને નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના અર્થશાક્રી ડિએગો આર. કેન્ઝિગે કહ્યું કે કલાઈમેટ ચેન્જની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર થઈ રહી છે. આના કારણે લાંબા ગાળાની માનવ કલ્યાણ યોજનાઓમાં ૩૧%નું નુકસાન થઈ શકે છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો અગામી વર્ષેામાં આ આંકડો ૫૨% સુધી પહોંચી શકે છે. આ અર્થશાક્રીઓએ અગાઉના અભ્યાસો કરતાં છ ગણા વધુ નુકસાનની આગાહી કરી છે. તેમણે અભ્યાસમાં જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે તાપમાનમાં થોડો ફેરફાર પણ અર્થતંત્રને ભારે નુકસાન પહોંચાડે છે.  જો વૈશ્વિક તાપમાન વર્તમાન સ્તરથી ૧ ડિગ્રી સેલ્સિયસ (૧.૮ ડિગ્રી ફેરનહીટ) વધે છે, તો વિશ્વનું આર્થિક ઉત્પાદન છ વર્ષમાં ૧૨% સુધી ઘટી શકે છે. જે ૧૦ વર્ષની મહેનત પછી પણ પાછું મેળવી શકાશે નહિ. નોંધનીય છે કે ૨૦૨૨માં વૈશ્વિક જીડીપી ૧૦૦ ટિ્રલિયન યુએસ ડોલર આંકવામાં આવી હતી. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે જો ૧૯૬૦ અને ૨૦૧૯ વચ્ચે ગ્લોબલ વોમિગની કોઈ અસર ન થઈ હોત તો વિશ્વમાં માથાદીઠ ઉત્પાદન લગભગ ૩૭ ટકા જેટલું વધારે હોત. જો તમામ દેશો કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરે છે, તો લાભો ખર્ચ કરતાં વધી જશે. આ માટે પર્યાવરણીય પરમિટમાં સુધારાની જર પડશે, પરમાણુ ઉર્જા અને સ્વચ્છ ઊર્જા નવીનતાના પ્રયાસોને સમર્થન આપવું પડશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application