મેઘો અષાઢી બીજનું મુહુર્ત નહીં સાચવે તો વાવેતર પર થશે માઠી અસર

  • July 08, 2021 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જીલ્લામાં 2.65 લાખ હેકટરમાં થયેલા વાવેતર સામે ચિંતાના વાદળો ઘેરાયા : વરસાદ વહેલો થઇ જતા ખેડુતો મુકાયા મુંઝવણમાં : જીલ્લામાં કેટલાક ગામોમાં 11 ટકા સુધી થયો વરસાદ

અષાઢી બીજ આવતા જ ખેડુતો ખુશખુશાલ થઇ જાય છે, કારણ કે ખેતીનું સાચુ મુહુર્ત આ દિવસે જ કરવામાં આવે છે, જગતનો તાત પોતાના બળદ અને ઓજારો સજાવી ધજાવીને મુહુર્ત કરે છે, આ વખતે વાવાઝોડાને કારણે સિસ્ટમ ઉપર પણ અસર થઇ છે, અરબી સમુદ્ર અને પશ્ર્ચિમ બંગાળની ખાડીમાં હજુ સુધી કોઇ સિસ્ટમ સક્રીય થઇ નથી, હાલારમાં ખરીફ પાકનું વાવેતર થઇ ચુકયું છે, જામનગર જીલ્લાની જ વાત લઇએ તો લગભગ 2.65 લાખ હેકટરમાં વાવેતર થયું  છે તેમા મગફળી અને કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં છે, તા. 12ના રોજ અષાઢી બીજ આવે છે જો આ સમયે વરસાદ નહીં થાય તો એટલે કે બીજનું મુહુર્ત નહીં સચવાય તો વાવેલા બિયારણ ઉપર ભારે અસર થશે જો કે હવામાન ખાતુ કહે છે કે સૌરાષ્ટ્રમાં આ વર્ષે 100 ટકા વરસાદ થવાની શકયતા છે પરંતુ હાલ તો વરસાદ ખેચાયો છે તે પણ હકીકત છે.
જામનગર જીલ્લાની વાત લઇએ તો કાલાવડ, લાલપુર, જામજોધપુર પંથકમાં 8 થી 9 ઇંચ વરસાદ પડયો છે, ખાસ કરીને મગફળીની વાત લઇએ તો ધ્રોલમાં 18 હજાર, જામજોધપુરમાં 20 હજાર, જામનગર 29 હજાર, જોડીયા 12 હજાર, કાલાવડ 45500 અને લાલપુર 33 હજાર હેકટરમાં વાવેતર થઇ ચુકયુ છે.
લગભગ 1.65 લાખ હેકટરમાં મગફળીનું અને કપાસનું વાવેતર 1 લાખ હેકટરમાં થઇ ચુકયુ છે, કપાસમાં ધ્રોલમાં 9 હજાર, જામજોધપુર 15, જામનગર 26, જોડીયા 6, કાલાવડ 28 અને લાલપુર 14 હજાર હેકટરમાં વાવેતર થઇ ચુકયું છે.
જામનગર જીલ્લાની પરિસ્થીતી ધીરે ધીરે નાજુક બની ચુકી છે, અષાઢી બીજનું મુહુર્ત જો સચવાઇ જાય તો એટલે કે સરેરાશ અઠવાડીયામાં બે થી ત્રણ ઇંચ વરસાદ પડે તો 15 થી 20 દિવસ સુધી વાવેલા બીયારણને કોઇ મુશ્કેલી નહીં પડે, દેવભુમી દ્વારકા પંથકમાં પણ વાવેતર સા થઇ ચુકયું છે, કેટલાક ગામોમાં પીવાના પાણીની તંગી છે, જામનગર જીલ્લામાં 70 ટકા જમીનમાં માત્ર કપાસ અને મગફળી વાવવામાં આવે છે જયારે અન્ય જમીનમાં તલ, અળદ, શાકભાજી, ઘાસચારો વાવવામાં આવે છે.
હવામાન ખાતુ કોઇ ચોકકસ આગાહી કરી શકતુ નથી, પરંતુ એક વાત પણ નોંધનીય છે કે જયારે જયારે વરસાદની આગાહી થાય છે ત્યારે વરસાદ આવતો નથી, ખેડુતો આ વર્ષે સારો પાક લણવાના મુડમાં છે, જો કે અમુક ગામડાઓમાં તો 8 થી 9 ઇંચ જેટલો વરસાદ થઇ જતા જમીનમાં પાણી ઉતર્યુ છે, પરંતુ વીસેક દિવસ થઇ ગયા હોય વરસાદની જર છે.
ખેતીવાડીના તજજ્ઞો કહે છે કે હાલ વાવેતરમાં કોઇ પ્રકારની જીવાત નથી, ખેડુતો સારો પાક ઉતરશે અને બારઆની વર્ષ જશે તેવી આશામાં જીવી રહયો છે, જો કે આ વખતે પીવાના પાણીની તંગી નહીં પડે જામનગર શહેરને હજુ બે થી અઢી માસ ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ છે તેની સામે દેવભુમી દ્વારકા જીલ્લાના કેટલાક ગામોમાં વધુ વરસાદ ખેચાશે તો ટેન્કર શ કરવા પડશે તેવી સ્થીતીનું નિમર્ણિ થઇ ચુકયું છે.
હાલારની લગભગ સાડા પાંચ લાખ હેકટર જમીનમાં હવે વાવેતર થાય છે, જગતનો તાત છેલ્લા કેટલાય સમયથી વરસાદની રાહ જોઇ રહયો છે, અષાઢી બીજ ને હવે ત્રણ જ દિવસ બાકી છે, જો અગીયારસનું મુહુર્ત સચવાઇ જશે તો વાવેતર ઉપર પણ તેની અસર પડશે તજજ્ઞોનું કહેવું છે કે માત્ર બે-ત્રણ ઇંચ વરસાદ થઇ જાય તો પણ આ વર્ષનું વાવેતર બચી જશે અત્યારે લગભગ 2.65 લાખ હેકટરમાં વાવેતર થઇ ચુકયું છે અને હજુ લગભગ એકાદ લાખ હેકટરમાં વાવેતર થવાની શકયતા છે ત્યારે તા. 10 બાદ વરસાદની શકયતા છે તેવી હવામાન ખાતાએ હૈયાધારણા આપી છે આ વાત સાચી પડે તેમ ખેડુતો ઇચ્છી રહયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS