વારંવાર ઢોર પકડાશે તો માલિક સામે પાસા થશે: જાહેરમાં ઘાસના વેચાણ પર પ્રતિબંધ

  • October 07, 2023 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજયની આઠ મહાનગરપાલિકા તેમજ ૧૫૭ નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ અટકાવવા અને તેના નિયંત્રણ માટેની માર્ગદર્શિકા ૨૦૨૩ ની અમલવારી માટે રાજ્ય સરકાર દ્રારા કડક આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ અમલવારી માટે કોર્પેારેશન અને નગરપાલિકાના અધિકારીઓની જવાબદારી નક્કી કરવા માં આવી છે.જો અમલવારી કરવામાં અધિકારી ચૂક કરે તો તેની શિક્ષાત્મક કાર્યવાહી કરવા કડક તાકીદ કરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા ,રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસ માટે ફરિયાદ કરવા માટે ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે, આ માટે ગુજરાત સરકાર દ્રારા ગઈકાલે હાઇકોર્ટમાં અને લોંગ ટર્મ પ્લાનની પરેખા સોગંદનામા મા આપવામાં આવી હતી.
રખડતા ઢોરના ત્રાસમાં બિસ્માર રસ્તા સહિતના મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્રારા કરવામાં આવેલી રીટ અરજીમાં ગઈકાલે ગુજરાત સરકારના શહેર વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિનીકુમાર દ્રારા સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાયની આઠ મહાનગરપાલિકાને ૧૫૭ નગરપાલિકામાં રખડતા ઢોરના નિયંત્રણ માટે ની માર્ગદર્શિકા નું ચુસ્ત અમલવારીના નિર્દેશ આપવામાં આવ્યા હતા.


ગુજરાત સરકાર દ્રારા પશુ નિયંત્રણ નીતિની ચુસ્ત અમલવારી માટેનો એકશન પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો જેમાં જાહેર રસ્તા પર ઘાસચારાના વિતરણ પર પ્રતિબધં મૂકવામાં આવ્યો છે આ સિવાય અત્યાર સુધીમાં ૧.૪૦ લાખથી વધુ રખડતા પશુને પકડવામાં આવ્યા છે. વારંવાર પશુને રખડતા મોકલનાર પશુ માલિક અને માથાભારે તત્વો સામે પાસા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવા માં આવશે.
રાયની આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે જેના પર નાગરિકો દ્રારા રખડતા ઢોરના ત્રાસની સમસ્યા અંગે ફરિયાદ કરી શકાશે અને લોગબુકમાં નોંધ આ ફરિયાદનો તાત્કાલિક નિવારણ કરવા પણ સૂચના અપાય છે રખડતા ઢોર અંગેની નીતિની અમલવારી અને તેની સમીક્ષા માટે એક કમિટીની પણ રચના કરવામાં આવી છે રાયભરમાં રખડતા ઢોરના ત્રાસની સમસ્યાના કાયમી નિરાકરણ માટે હાઇકોર્ટના ચુકાદાનો ચુસ્ત અમલ કરવા સરકાર કટિબધં હોવાનું સોગંદનામા જણાવ્યું છે.


રાજય સરકાર દ્રારા રજૂ કરાયેલા સોગદનામાના મહત્ત્વના મુદ્દાઓ
– જાહેર રસ્તા પર કોઇપણ વ્યકિત દ્રારા ઘાસના વેચાણ કે ઘાસચારા પર પ્રતિબધં
– રસ્તા પરથી પકડાયેલા રખડતા ઢોરોને ગૌશાળા અથવા ઢોરવાડામાં મોકલી આપવા
– ઢોરોને લાવવા–લઇ જવા માટે કોર્પેારેશન દ્રારા પૂરતા માણસો અને વાહનોની વ્યવસ્થા કરવી
– જાહેર રસ્તા પરથી રખડતા ઢોર પકડાય તો જોગવાઇ મુજબ, કસૂરવાર ઢોર માલિક વિદ્ધ ફરિયાદ કરવી
– વારંવાર ઢોરને રખડતા મૂકનાર ઢોર માલિક અને માથાભારે તત્વો સામે પાસા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવી
– રખડતા ઢોરના ત્રાસની સમસ્યાના નિવારણ માટે સીએનસીડી ડિપાર્ટમેન્ટ ઉપર બે અધિકારી કોર્પેારેશને નિયુકત કરવાના રહેશે
– રખડતા ઢોરના ત્રાસને લઇ કસૂરવાર લોકો સામે ઇ પીકો કલમ– ૩૩૨, ૩૩૮,૧૮૮ અને ૧૮૯ હેઠળ ગુનો નોંધાશે હાઇ કોર્ટના ચુકાદાની અમલવારીની જવાબદારી તેમની રહેશે  
– રખડતા ઢોરોને પકડવાની રોજિંદી કામગીરી અસરકારકતા સાથે ચાલુ રાખવાની રહેશે
– તમામ કોર્પેારેશન અને નગરપાલિકા વિસ્તારોમાં ઢોરોને આરએઆઇડી ટેગ લગાવવા
– ઢોરવાડામાં રાખવામાં આવેલા ઢોરોને કોઇ બીમારી કે રોગ ના થાય તેની તકેદારી રખાશે
– જે ઢોર માલિકો પાસે પોતાના ઢોરને સાચવવાની સુવિધા ના હોય તેમને કોર્પેારેશન કે ન.પા. વિનામૂલ્યે ઢોરોનું નિર્વહન કરી આપશે
– નગરપાલિકાઓમાં રખડતા ઢોરના ત્રાસને ડામવા ચાલુ વર્ષે .દસ કરોડની ફાળવણી
– વર્ષ ૨૦૨૩–૨૪ માટે .૩૦ કરોડની અલગથી ફાળવણી
– વધુ ઢોરવાડા બનાવવા માટે તમામ કોર્પેારેશનો અને નગરપાલિકાઓને સૂચના આપવામા આવી છે.


આઠ મ.ન.પામા રખડતા ઢોરોના ત્રાસ અંગેની ફરિયાદ કરવા માટેના હેલ્પલાઇન નંબરો
– અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેારેશન – ૧૫૫૩૦૩
– સુરત મ્યુનિસિપલ કોર્પેારેશન – ૧૮૦૦૧૨૩૮૦૦૦
– વડોદરા મ્યુનિસિપલ કોર્પેારેશન – ૧૮૦૦૨ ૩૩૦૨૬૫
– રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશન – ૧૮૦૦૧૨૩૧૯૭૩
– જામનગર મ્યુનિસિપલ કોર્પેારેશન – ૧૮૦૦૨૩૩૦૧૩૧
– ભાવનગર મ્યુનિસિપલ કોર્પેારેશન – ૧૦૧(ફાયર ઇમરજન્સી નંબર)
– ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પેારેશન – ૧૮૦૦૧૦૮૧૮૧૮
– જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પેારેશન – ૦૨૫૨૬૫૪૭૩



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application