તાજેતરની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં સૌથી યુવાન વયે અને સૌરાષ્ટ્રના સૌ પ્રથમ મહિલા ઉમેદવાર તરીકે વિજેતા થયેલ રાજકોટના સદગત પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજના પુત્રી અમૃતાબેન ભારદ્વાજ, ભાઈ અંશભાઈ ભારદ્વાજ અને તેમની ટીમે આજે ‘આજકાલ’ કાર્યાલયની મુલાકાત દરમિયાન એડિટર ઈન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવા સાથે વિશદ ચર્ચામાં જણાવ્યું હતું કે, રાજકોટ માટે સૌથી મહત્વનો પ્રશ્ન હાઈકોર્ટ બેંચ જો હાલના કાર્યકાળ દરમિયાન રાજકોટને ન મળે તો નવી ચૂંટણીમાં ઉમેદવારી નહિ કરવામાં આવે.
બીસીજીમાં નાનીવયે ચૂંટાવાની સિધ્ધિ મેળવનાર અમૃતાબેન સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાંથી શિક્ષણના સંસ્કાર મેળવી વકીલાતના પાઠ પિતા અભયભાઈ પાસે મેળવી અભયભાઈનાં વારસા તરીકે વકીલાતના માઘ્યફમથી જનસેવાને મુખ્ય પ્રાધાન્ય આપી રાજકોટ ટ્રાયલ કોર્ટથી શરૂ કરી હાઈકોર્ટ સુધી સફર ખેડનાર મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ આપનાર છે. અમૃતાબેને પિતા અભયભાઈ સાથે રહી ગુલબર્ગ કેસ અને લીલીયા ડબલ મર્ડર કેસ જેવા ચકચારી અને હાઈપ્રોફાઈલ કેસોમાં જુનિયર વકીલ તરીકે મહત્વની ભૂમિકા ભજવી કાયદાકીય ક્ષેત્રે મહત્વનું ઘડતર મેળવ્યું છે. તે૨ વર્ષ ટ્રાયલ કોર્ટમાં અભયભાઈ નીચે તૈયાર થયા બાદ હાલ અમૃતાબેન સૌરાષ્ટ્રની ટ્રાયલ કોર્ટોમાં તેમજ સ્વતંત્ર રીતે ગુજરાત હાઈકોર્ટમા પ્રેકટીસ કરી રહ્યા છે. અમૃતાબેને તેઓની અનોખી ઉપલબ્ધી માટે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને રાજકોટના ધારાશાસ્ત્રીઓનો આભાર માન્યો હતો કે જેઓએ અઢારેય વરણ સાથે સુસંગતા ધરાવતા અભયભાઈના સંબંધો ઉજાગર કરી અભયભાઈની દિકરી ઉપર અવિસ્મરણીય પ્રેમ અને લાગણી વર્સાવી મતરૂપી આશીર્વાદ આપ્યા હતા. અમૃતાબેને જણાવેલ હતું કે મારી જીત એ મારા પિતાશ્રી અભયભાઈ પ્રત્યેનો વકિલોનો અકબંધ સંબંધ તેમજ અભયભાઈ માટે િકિલોની લાગણીની પ્રતિતિ છે. હું જ્યાં-જ્યાં ચુંટણીના પ્રચાર અર્થે કોર્ટોમાં ગઈ છું ત્યાં-ત્યાં અભયભાઈ માટેની લાગણીઓ વકિલોએ વ્યકત કરી છે. અને આજે એ લાગણીઓના કારણે જ જ્યારે હું બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સભ્ય તરીકે ચુંટાઈ આવી છું ત્યારે હું વકિલોએ મારી ઉપર જે શ્રધ્ધા વ્યકત કરી છે તેને વ્યર્થ નહી જવા દઉં. અભયભાઈના નામે મત માગ્યા છે તો કામ પણ અભયભાઈ જેવું જ કરીશ. મારા પિતાશ્રીનું સ્વપન હતું કે રાજકોટમાં હાઈકોર્ટની બેંચ પ્રસ્થાપિત થાય. મારા બી.સી.જી. મેમ્બર તરીકેના કાર્યકાળ દરમ્યાન રાજકોટમાં હાઈકોર્ટની બેંચ લઈ આવવામાં હું સફળ થાઉં તો એ જ મારી મારા પિતાશ્રીને શ્રધ્ધાંજલી રહેશે. જો મારા કાર્યકાળ દરમ્યાન રાજકોટમાં હાઈકોર્ટની બેંચ લઈ આવવા હું સફળ ન થઈ તો આવતી ચુંટણીમાં હું ઉમેદવારી નહી નોંધાવું.
આજરોજ ‘આજકાલ’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતમાં પીયુષભાઈ શાહ (રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ સંયોજક), અર્જુનભાઈ પટેલ (પુર્વ પ્રમુખ રાજકોટ બાર એસોસીયેશન), ધીરજભાઈ પીપળીયા (સીનીયર વકિલ), રક્ષીતભાઈ કલોલા (એ.જી.પી.), કમલેશભાઈ ડોડીયા (રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ સહસંયોજક તેમજ એ.જી.પી.), પ્રશાંતભાઈ પટેલ (એ.જી.પી.), સી.એચ.પટેલ (પુર્વ પ્રમુખ રાજકોટ રેવન્યુ બાર એસોસીયેશન), ગોપાલભાઈ ત્રિવેદી (પ્રમુખ રાજકોટ કલેમ બાર એસોસીયેશન), અજયભાઈ જોશી (પુર્વ પ્રમુખ કલેમ બાર એસોસીયેશન), હિરેલબેન જાની (રાજકોટ બાર એસોસીયેશન કારોબારી સભ્ય), નૃપેનભાઈ ભાવસાર (રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ - વિધાનસભા-૬૮ ઈન્ચાર્જ), જયસુખભાઈ બારોટ (રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ કોરકમીટી સભ્ય), દિલસુખભાઈ રાઠોડ (રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ સભ્ય), કૃણાલભાઈ દવે, મિહિરભાઈ શુકલ વકીલો સાથે જોડાયા હતા.