ભારતમાં બજેટ સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો બની છે, જે હંમેશા યાદ રહી છે. આવું જ એક બજેટ મનમોહન સિંહે રજૂ કયુ હતું, જે ઇતિહાસના પાનામાં નોંધાયું. આજે આપણે એ જ બજેટ વિશે વાત કરી રહ્યા છીએ જેણે દેશની સ્થિતિ અને દિશા બંને બદલી નાખ્યા. એવું પણ કહેવાય છે કે જો આ બજેટ રજૂ ન થયું હોત તો કદાચ આજે આપણા દેશની હાલત હાલના પાકિસ્તાન જેવી હોત.
તત્કાલીન નાણામંત્રી મનમોહન સિંહ અને વડા પ્રધાન પીવી નરસિંહ રાવે આવું થવા દીધું નહીં અને દેશનું 'ક્રાંતિકારી બજેટ' રજૂ કયુ. આજે, ભલે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ આપણી વચ્ચે નથી, પણ યારે પણ દેશનું બજેટ રજૂ કરવામાં આવશે, ત્યારે તેમને હંમેશા 'ગૌરવ અને પ્રેરણા' તરીકે યાદ કરવામાં આવશે.
તે ૧૯૯૧નું વર્ષ હતું, યારે દેશમાં ખૂબ જ ઓછા પૈસા બચ્યા હતા. આ પૈસા એટલા ઓછા હતા કે લાંબા સમય સુધી દેશ ચલાવવો શકય ન હતો. આવી સ્થિતિમાં, નાણામંત્રી મનમોહન સિંહ અને તત્કાલીન પીએમ પીવી નરસિંહ રાવે એવો નિર્ણય લીધો, જેનાથી દેશની આર્થિક ગતિમાં વધારો થયો અને થોડા વર્ષેામાં દેશની આર્થિક સ્થિતિ એટલી સારી થઈ ગઈ, જે ઘણા લોકો કદાચ નહીં પણ માનતા હોય
મનમોહન સિંહે દેશમાં લાઇસન્સિંગ રાજનો અતં લાવીને આર્થિક ઉદારીકરણના યુગની શઆત કરી હતી. આ બજેટ એવા સમયે રજૂ કરવામાં આવ્યું હતું યારે દેશ આર્થિક પતન તરફ આગળ વધી રહ્યો હતો. આ ઉપરાંત આ બજેટમાં નિકાસ અંગે પણ ઘણા પગલાં લેવામાં આવ્યા હતા. સૌથી મોટું પગલું કસ્ટમ ડુટી ૨૨૦ ટકાથી ઘટાડીને ૧૫૦ ટકા કરવાનું હતું. કેટલાક એવા નિર્ણયો હતા જેનાથી વિદેશી રોકાણકારો માટે ભારતમાં આવવાના દરવાજા ખુલી ગયા. પછી શું થયું, ભારતનું વિદેશી હંડિયામણ ઝડપથી વધવા લાગ્યું.
આ બજેટમાં વિદેશી કંપનીઓના આગમનને પણ મંજૂરી આપવામાં આવી હતી અને ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં પણ લેવામાં આવ્યા હતા. આ પગલાથી દેશમાંથી નિકાસ થતા ઉત્પાદનોની સંખ્યામાં વધારો થયો. આ સાથે સરકારી તિજોરી પણ ભરાવા લાગી અને ધીમે ધીમે દેશ વિકાસ તરફ આગળ વધવા લાગ્યો. તત્કાલીન નાણામંત્રી ડો. મનમોહન સિંહ ( ડો. મનમોહન સિંહ) નું આ બજેટ 'ક્રાંતિકારી બજેટ' તરીકે ઓળખાય છે.
આ રેકોર્ડ નિર્મલા સીતારમણના નામે છે. નોંધનીય છે કે આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત ૮મી વખત દેશનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. તેઓ દેશના પ્રથમ મહિલા નાણામંત્રી છે જેમણે આટલી બધી વખત બજેટ રજૂ કયુ છે. તેમના નામે બીજો એક મોટો રેકોર્ડ એ છે કે વર્ષ ૨૦૨૦ માં તેમણે ૨ કલાક અને ૪૨ મિનિટનું સૌથી લાંબુ બજેટ ભાષણ વાંચ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુરના નાંદુરી સીમમાં ખેડુત વૃઘ્ધનું ઢીમ ઢાળી દીધુ
May 16, 2025 12:18 PMસિકકામાં શ્રમિક યુવાનને ધોકા-ઢીકાપાટુ વડે માર માર્યો
May 16, 2025 12:16 PMઅપહરણના કેસમાં ભોગ બનનાર તથા આરોપીને રાજસ્થાનથી શોધી કાઢતી જામનગર પોલીસ
May 16, 2025 12:13 PMરંગમતી નદીને ફરી રાજાશાહી કાળમાં લઇ જવાનો માસ્ટર પ્લાન
May 16, 2025 12:10 PMસોશ્યલ મિડીયા પર રાષ્ટ્ર વિરોધી ક્ધટેન્ટ ફેલાવતા શખ્સને પકડી લેતી જામનગર સાયબર ક્રાઇમ
May 16, 2025 12:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech