જો લિપસ્ટિક લગાવવાથી તમારા હોઠ ડ્રાય થઈ ગયા હોય તો કેટલીક ખાસ ટિપ્સની મદદથી તેને ગુલાબી અને કોમળ બનાવી શકો છો. ફાટેલા હોઠ પાછળ નબળી ગુણવત્તાની લિપસ્ટિક પણ કારણભૂત હોઈ શકે છે. જ્યારે ઘણા કિસ્સાઓમાં તે મેટ લિપસ્ટિકને કારણે પણ થાય છે. તેના ઉપયોગ સાથે જોડાયેલી કેટલીક ખાસ ટિપ્સ જણાવીએ જેની મદદથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
મેટ લિપસ્ટિકનો ઉપયોગ કેવી રીતે કરવો?
૧) કેટલીકવાર સીધી મેટ લિપસ્ટિક લગાવવાથી પણ સૂકા હોઠની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે લિપસ્ટિક જૂની થઈ ગઈ હોય અને ખૂબ જ સૂકી થઈ ગઈ હોય. તો તેનો ઉપયોગ કરતા પહેલા બ્લો ડ્રાયરનો ઉપયોગ કરો. આમ કરવા થી લિપસ્ટિક થોડી પીગળી જશે અને તેને હોઠ પર લગાવવામાં વધારે મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે.
2) મેટ લિપસ્ટિક લગાવતા પહેલાએ મહત્વનું છે કે હોઠને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરો. આ માટે સૌથી પહેલા સ્ક્રબનો ઉપયોગ કરો. બ્રાઉન સુગરની મદદથી તમારું પોતાનું DIY સ્ક્રબ તૈયાર કરી શકો છો અને તેને હોઠ પર મસાજ કર્યા પછી હાઇડ્રેટિંગ લિપ બામનો ઉપયોગ કરો. આ પછી જ્યારે લિપસ્ટિક લગાવો છો, ત્યારે સૂકા હોઠની કોઈ સમસ્યા રહેશે નહીં.
3) જો લિક્વિડ મેટ લિપસ્ટિકના ઉપયોગથી તમારા હોઠ શુષ્ક થઈ રહ્યા છે, તો પહેલાં તેને ક્રીમ લિપસ્ટિકથી કોટ કરી શકો છો. ક્રીમ લિપસ્ટિક હોઠને ફાટવાથી બચાવે છે જેથી તમારે સૂકા હોઠની સમસ્યાનો સામનો ન કરવો પડે.
4) લિપસ્ટિક લગાવતા પહેલા લગભગ 10 મિનિટ પહેલા મોઇશ્ચરાઇઝિંગ મલમનો ઉપયોગ કરો. જો તમારા હોઠ ખૂબ જ શુષ્ક છે, તો દિનચર્યામાં ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવો.
5) મેટ લિપસ્ટિક લગાવતા પહેલા તમારે હોઠ પર ક્રીમી લાઇનર પણ લગાવવું જોઈએ. આ હોઠને શુષ્ક થતા અટકાવે છે અને લિપસ્ટિક પણ લાંબા સમય સુધી ટકી રહે છે. જો તમારા હોઠની ત્વચા સંવેદનશીલ છે, તો પ્રયાસ કરો કે તમારી લિપસ્ટિકમાં વધુ રસાયણો ન હોય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMઅટલ સરોવર પાસે બાઇકમાં સ્ટટં કરી ફટાકાડા ફોડનાર ૩ શખસોની ધરપકડ
November 07, 2024 03:02 PMશ્રેયસ અય્યરે IPL મેગા ઓક્શન પહેલા મચાવી ધમાલ, રણજી ટ્રોફીમાં ફટકારી બેવડી સદી
November 07, 2024 01:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech