સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો જેમાં દેશની સર્વેાચ્ચ અદાલતે કહ્યું કે એસસીએસટી સમુદાયના કોઈપણ વ્યકિતની જાતિનો ઉલ્લેખ કર્યા વિના તેનું અપમાન કરવાની ઘટના એસસીએસટી (અત્યાચાર નિવારણ) એકટ ૧૯૮૯ હેઠળ કડક જોગવાઈઓ મુજબ ગુનો ગણવામાં આવશે નહીં. જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે ઓનલાઈન મલયાલમ ન્યૂઝ ચેનલના એડિટર શજન સ્કરિયાને આગોતરા જામીન આપતાં ચુકાદો આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે મલયાલમ ન્યૂઝ ચેનલના એડિટર શજન સ્કરિયા વિદ્ધ એસસીએસટી એકટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપ છે કે તેણે સીપીએમના ધારાસભ્ય પીવી શ્રીનિજન, જેઓ એસસી સમુદાયમાંથી આવે છે તેને માફિયા ડોન કહ્યા હતા. ટ્રાયલ કોર્ટ અને કેરળ હાઈકોર્ટે તેને આગોતરા જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે વરિ વકીલ સિદ્ધાર્થ લુથરા અને ગૌરવ અગ્રવાલની દલીલો સ્વીકારી હતી જેઓ સંપાદક વતી હાજર હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એસસીએસટી સમુદાયના સભ્યનું ઈરાદાપૂર્વક અપમાન અથવા ધમકી જાતિ આધારિત અપમાનને જન્મ આપતી નથી. કોર્ટે કહ્યું, અમારા મતે એવું દર્શાવવા માટે પ્રાથમિક દ્રષ્ટ્રિએ કઈં નથી કે સ્કેરિયાએ યુટુબ પર વિડિયો પ્રકાશિત કરીને અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સભ્યો વિદ્ધ દુશ્મનાવટ, ધિક્કાર અથવા દુર્ભાવનાની લાગણીઓને પ્રોત્સાહન આપ્યું હતું. વીડિયોના એસસી અથવા સામાન્ય રીતે એસટી સભ્યો સાથે કોઈ લેવાદેવા નથી. તેમનું લય માત્ર શ્રીનિજન હતા.
માફિયા ડોન સંદર્ભનો ઉલ્લેખ કરતા, બેન્ચે કહ્યું, નિંદનીય વર્તણૂક અને અપમાનજનક નિવેદનોને ધ્યાનમાં રાખીને, સ્કારિયાએ પ્રથમ ધ્ષ્ટ્રિએ ભારતીય દંડની કલમ ૫૦૦ હેઠળ સજાપાત્ર માનહાનિનો ગુનો કર્યેા હોવાનું કહી શકાય. જો એમ હોય, તો તે મુજબ અપીલ કરનાર સામે કાર્યવાહી કરવા ફરિયાદી માટે હંમેશા ખુલ્લું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech