યુનિયનને વિશ્ર્વાસમાં લીધા વીના ભરતીની કોઇપણ કાર્યવાહી કરવામાં આવશે તો તા. 30 મે થી આંદોલન

  • May 12, 2021 11:33 AM 

જેએમસી ટેકનીકલ યુનિયન દ્વારા કર્મચારીઓને બઢતી અને રીવાઇઝ સેપઅપની માંગણી ન સ્વીકારાતા કર્મચારીઓમાં રોષ: ફરીથી આંદોલન થવાના ભણકારા

જામનગર મહાપાલીકાના કેટલાક કર્મચારીઓને વર્ષોથી લાયકાત હોવા છતા પણ પ્રમોસન આપવામાં આવ્યું નથી, રીવાઇઝ સેટઅપ પણ કરાયું નથી આ અંગે જેએમસી ટેકનીકલ યુનિયન દ્વારા અગાઉ રજુઆત કરીને આંદોલન પણ કરાયુ હતું ત્યારે હૈયાધારણા આપવામાં આવી હતી પરંતુ હજુ સુધી આપે આ અંગે કોઇ કાર્યવાહી ન કરતા આખરે યુનિયને ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે કોઇ કાર્યવાહી નહીં થાય તો તા. 30 મે થી ફરીથી આંદોલન કરવામાં આવશે, આમ કોર્પોરેશનના કર્મચારીઓમાં ફરીથી ગણગણાટ શ થયો છે અને આ અંગે યુનિયનના પ્રમુખ પી.સી. બોખાણી, ઉપપ્રમુખ ભાવેશ એન. જાની અને મહામંત્રી નિલેશ ભટ્ટે મ્યુ. કમિશ્ર્નરને પત્ર લખ્યો છે.

આ પત્રમાં જણાવાયું છે કે છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની બિમારી વચ્ચે આરોગ્ય શાખાના કર્મચારીઓ ખુબ જ ખંતથી કામ કરે છે, અવાર નવાર રજુઆત કરવા છતા પણ તેમને પ્રમોસન આપવામાં આવેલ નથી, આશરે 9 કર્મચારીઓ છે જેને અન્યાય કરેલ છે, ઉપરાંત 12 એસ.એસ.આઇ લગભગ 7 થી 10 વર્ષથી કામ કરે છે તેવા કર્મચારીઓને પણ કાયમી કરવા માટેની કાર્યવાહી કરવાની જર છે, મહાપાલીકામાં આશરે 8 થી 10 વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓ માટે બે વખત સ્ટે. કમિટીમાં સુઓમોટો ઠરાવ કરવામાં આવેલ છે પરંતુ આ અંગેની વહિવટી મંજુરી કરવામાં આવી નથી જે ખુબ જ ગંભીર બાબત ગણી શકાય.

આ ઉપરાંત છેલ્લા ઘણાં સમયથી વર્ક આસી. અમઇ જેવા કર્મચારીઓ છેલ્લા દસ વર્ષથી કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય આવા કર્મચારીઓ માટે અન્ય કોર્પોરેશનમાં 50 ટકા જગ્યા રીઝર્વ રાખવામાં આવે છે, વડોદરાનું દ્રષ્ટાંત આપણી સામે છે, જનરલ બોર્ડ દ્વારા મંજુર થયેલ 2015ના સેટઅપ મુજબ તાત્કાલીક પ્રક્રિયા હાથ ધરવા અમારી રજુઆત છે ઉપરાંત કોર્પોરેશનમાં કાર્યપાલક ઇજનેરની 4 જગ્યા ખાલી છે તે બહારથી ભરવાની વાત ચાલી રહી છે પરંતુ મહાપાલીકા પાસે અનુભવી અને ટેકનીકલી એલીજીબીલીટી ધરાવતા કર્મચારીઓ હોય આ જગ્યા પર પ્રથમ પ્રમોસનનો હકક તેનો છે ત્યારે યુનિયનને વિશ્ર્વાસમાં લીધા વીના કોઇપણ જાતની કાર્યવાહી કરાશે તો તા. 30થી આંદોલન કરીશું જેની જવાબદારી મહાપાલીકાના વડાની રહેશે.

વહિવટી કર્મચારીઓમાં વર્ગ-1 થી 4માં લાયકાત અને સિનીયોરીટી ધરાવતા હોય તેવા લોકો પ્રમોશનમાં બાકી ન રહે તેવી અમારી રજુઆત છે, નવી ડાયરેકટ ભરતીના રેસીયા મુજબ વર્ષ 2015ના નવા સેટઅપથી લાયકાત ડાયરેકટ ભરતીના કિસ્સામાં લાગુ કરી શકાય નહીં કે પ્રમોશનમાં ખુબ જ ગંભીર બાબત છે, ચિફ ઓડીટરની જગ્યા ખાલી છે ત્યારે તેની ભરતી પ્રક્રિયા કેમ કરાતી નથી ? જો સેક્રેટરીની જાહેરાત ન્યુઝ પેપરમાં આપી શકાતી હોય તો ચિફ ઓડીટરની જાહેરાત કેમ ન કરી શકાય.

આસીસ્ટન્ટ કમિશ્ર્નર (ટેક્ષ) મુકેશભાઇ વરણવાનો ઠરાવ જનરલ બોર્ડમાં થયો છે, પરંતુ લીગલ અભિપ્રાય આવી ગયો હોવા છતા અમલવારી કરવામાં આવી નથી. છેલ્લા સાત મહીનામાં કાર્યપાલક ઇજનેરની પોસ્ટ ઉપર ત્રણ કર્મચારીઓને ચાર્જ સોપેલ છે તેમાં બે કર્મચારીને કાર્યપાલક ઇજનેરનું એલાઉન્સ આપવામાં આવે છે જેથી અમારો ચાર્જ પરત લેવામાં આવી તેવી માંગણી છે. 2015માં જનરલ બોર્ડ દ્વારા મંજુર કરવામાં આવેલ સેટઅપ સાત વર્ષ સુધી સરકારમાંથી ન આવે તે ખુબ જ ગંભીર બાબત છે તેમ યુનિયને મ્યુ. કમિશ્ર્નરને લખેલા પત્રમાં જણાવ્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS