જો ભારતમાં એર પોલ્યુશનનું એક્સપોઝર 1 ટકા પણ વધશે તો કોરોનાથી મોતનો ખતરો 5.7 ટકા વધશે

  • May 08, 2021 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં કોરોનાવાયરસની બીજી લહેર અત્યંત ડરામણી છે, ત્યારે ત્રીજી લહેર માટે પણ ચેતવણી આપવામાં આવી છે. તાજેતરમાં એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં વૈજ્ઞાનિકો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે એર પોલ્યુશનના કારણે કોરોનાથી થતા મોતમાં વધારો થઇ શકે છે.

 

 

ભારતમાં આવા અનેક શહેરો છે છે જે દુનિયામાં અત્યંત પ્રદૂષિત શહેરોમાં ગણવામાં આવે છે. એવા શહેરોમાં જે લોકો રહે છે તેની રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે શ્વાસ લેવાની પ્રણાલી પહેલાથી જ પ્રદૂષણને કારણે કમજોર હોય છે. હવે એવા લોકો કોરોના વાયરસથી સંક્રમિત થાય છે તો તેની સ્થિતિ વધુ ગંભીર બને છે. ભારતમાં પણ એર પોલ્યુશન બાબતે અનેક રિસર્ચ થયા છે પરંતુ આટલું ભયાનક સ્વરૂપ ક્યારેય જોવા મળ્યું નથી. જયપુરના માલવિય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે, એર પોલ્યુશન અને જલવાયુ પરિવર્તનના જેમ કે હવા અને આદ્રતાનો સીધો સંબંધ છે. દિલ્હીમાં કોરોનાની સ્થિતિ ગંભીર થવાનું કારણ પણ આ જ છે. આવું એક સંશોધન વર્લ્ડ બેંક દ્વારા પણ કરવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે. પર્ટીક્યુલરથી હવે 1% પણ એક્સપોઝર વધારો થયો તો કોરોનાથી થતા મોતમાં 5.7 ટકાનો વધારો થઇ શકે છે. વર્લ્ડ બેંકના સ્ટડીમાં એ પણ સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ભારત સરકાર દ્વારા સલાહ લેવામાં આવી હતી કે દેશમાં સારા ઈંધણ અને વ્યવસ્થા તાત્કાલિક કરવી પડશે. વાહનોથી પણ એર પોલ્યુશન ખૂબ થાય છે અને જે લોકો માટે નુકસાનકારક છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS