રેલ્વેસ્ટેશન ઉપર આગ લાગે તો મોટી જાનહાની થાય તેવી શકયતા

  • October 25, 2024 02:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના રેલ્વે સ્ટેશનનુ કરોડો ‚પિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યુ છે પરંતુ ફાયર સેફટી જેવી મહત્વની સુવિધા અહી ઉપલબ્ધ કરાવવામાં આવી નથી તેથી મુસાફરોમાં આશ્ર્ચર્ય જોવા મળી રહ્યુ છે અને તે અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેલ્વેના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યુ છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિજ્ઞેશ કારીયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે પોરબંદરમાં રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અને આધુનિક ઓપ આપવામાં આવી રહ્યો છે. કરોડો ‚પિયાના ખર્ચે આ રેલ્વે સ્ટેશનને નવા રંગ‚પ આપવામાં આવી રહ્યા છે પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે આ આધુનિક રેલવે સ્ટેશનમાં ફાયર સેફ્ટીની કોઈ જ સુવિધા નથી. એક બાજુ સરકાર દ્વારા રાજકોટના અગનકાંડ બાદ ફાયર સેફ્ટીના નિયમો કડક બનાવવામાં આવ્યા છે અને જ્યાં ક્યાંય ફાયર સેફ્ટીની સુવિધા ના હોય તેવી ઇમારતો સીલ કરવાની કામગીરી પણ થઈ ચૂકી છે. અનેક મોલથી માંડીને  ગેમઝોનને પણ ફાયર સેફટી નહી હોવાથી બંધ કરાવી દીધા હતા ત્યાં સુધી કે સેવાકાર્યો માટે અને સામાજિક પ્રસંગોએ ઉપયોગમૉ લેવાય છે તેવા ચેમ્બર ઓફ કોર્મસના બીરલાહોલને પણ સીલ મારી દેવામાં આવ્યુ હતુ અને નિયમ અનુસાર તાત્કાલિક કાર્યવાહી કરીને ફાયરસેફટીની સગવડ ઉપલબ્ધ કરાવી દીધી છે. તો બીજી બાજુ જ્યાં દરરોજ હજારો મુસાફરો અવાર-જવર કરે છે તેવા પોરબંદરના રેલવે સ્ટેશનમાં ફાયર સેફટીના નામે મીંડું જોવા મળી રહ્યું છે. જો આગનો બનાવ બને તો મુસાફરોની સલામતીનું શું? રેલવે વિભાગમાં કામ કરતા કર્મચારીઓનું શું? તેવા સવાલો ઉઠવા પામ્યા છે અને પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશ કારિયાએ આ અંગે રેલવે તંત્રનું ધ્યાન દોરીને વહેલી તકે ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application