રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તા.૧૪ને રવિવારે યાંથી ધર્મસ્થાનોની સફાઇ માટેની સ્વચ્છતા ઝુંબેશનો પ્રારભં કરાયો તે રામનાથ મહાદેવ મંદિર ફરતે બે દિવસમાં જ ફરી બેફામ ગંદકીના ગજં ખડકાતા અહીં સ્વચ્છતા ઝુંબેશ નહીં પરંતુ સફાઇનું નાટક ભજવાયું હોય તેવું નિયમિત રામનાથ મંદિરે જતા દર્શનાર્થીઓ અનુભવી રહ્યા છે.
મહાપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ અહીં ફકત હાથમાં સાવરણા સાથે ફોટોસેશન કરાવી ચાલતી પકડી હતી. જો સ્વચ્છતા સર્વેક્ષણની કેન્દ્રીય ટીમ રામનાથ મહાદેવ મંદિર ફરતેની બેફામ ગંદકી જોઇ જાય તો રાજકોટને સ્વચ્છતા મામલે દેશમાં ૨૯મો ક્રમ આપવાને બદલે ૧૨૯મો ક્રમ આપે તે નક્કી છે.
રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭માં આજી નદીને કાંઠે આવેલા રામનાથ મહાદેવ મંદિર ફરતે સ્વચ્છતા ઝુંબેશ પછી પણ બેફામ ગંદકી અને દુગધ યથાવત રહેતા આજકાલ દૈનિક દ્રારા કરાયેલા રિયાલિટી ચેક દરમિયાન મંદિરના નિયમિત દર્શનાર્થીઓએ રોષભેર જણાવ્યું હતું કે અહીં વર્ષેાથી નહીં દાયકાઓથી ગંદકી છે તે સૌ કોઇ જાણે છે.
યાં સુધી શહેરની ભૂગર્ભ ગટરનું પાણી અહીં નદીમાં ઠાલવવાનું બધં નહીં કરાય ત્યાં સુધી ગંદકી કે દુગધનો પ્રશ્ન ઉકેલાય તેમ નથી. મહાપાલિકા તત્રં ભુગર્ભ ગટરનું પાણી નદીમાં છોડવાનું બધં કરતું નથી અને સ્વચ્છતા ઝુંબેશ ચલાવે છે આથી તત્રં પોતે જ ગંદકી ફેલાવે છે અને પછી દૂર કરવા સ્વચ્છતા ઝુંબેશનું નાટક ભજવે છે. જો મહાપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દરરોજ રામનાથ મહાદેવ મંદિરની સાઇટ વિઝીટ કરે તો તેમને ખ્યાલ આવશે કે અહીં દરરોજ કેટલી ગંદકી ખુદ મહાપાલિકા તત્રં જ ઠાલવે છે ! ફકત એક દિવસ હાથમાં સાવરણા પકડીને ફોટોસેશન કરાવવાથી અહીંની ગંદકી કયારેય દૂર નહીં થાય, અહીંયા તો દરરોજ સ્વચ્છતા ઝુંબેશ ચલાવાય તો પણ ગંદકી દૂર થઇ શકે તેમ નથી.
રામનાથ મહાદેવ મંદિર પ્રોજેકટ આઠ વર્ષથી લટકતો, કોણ સાકાર કરશે!?
રામનાથ મહાદેવ મંદિરના જિર્ણેાદ્ધાર અને મંદિર ફરતેની બેફામ ગંદકી અને દુગધનો પ્રશ્ન ઉકેલવા વર્ષ–૨૦૧૫માં શાસકોએ સંકલ્પ કર્યેા હતો તેને પણ આઠ આઠ વર્ષ વીતી ગયા તેમ છતાં આજે પણ મંદિર ફરતે બેફામ ગંદકી અને દુગધ યથાવત રહી છે. અનેક મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર આવ્યા અને વાતો કરીને ચાલ્યા ગયા પરંતુ કોઇ આ પ્રશ્ન ઉકેલી શકયું નથી હવે આ પ્રોજેકટ કોણ પાર પાડશે ? તેના ઉપર સૌની મીટ છે.
જો ખરેખર અહીં સ્વચ્છતા ઝુંબેશ થઇ હોય તો પછી ૪૮ કલાકમાં ગંદકી આવી કયાંથી?
પ્રધાનમંત્રીના આદેશથી દેશભરમાં ધર્મસ્થાનો ફરતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં રાજકોટમાં રામનાથ મહાદેવ મંદિરથી આ ઝુંબેશનો પ્રારભં થયો છે. આ સ્થળે ૪૮ કલાક બાદ આજકાલ દૈનિકની ટીમ દ્રારા રિયાલીટી ચેક કરાતા અહીં ગંદકીના ગજં ખડકાયેલા જોવા મળ્યા હતા. જો ખરેખર અહીં સ્વચ્છતા ઝુંબેશ થઇ હોય તો પછી આ ગંદકી આવી કયાંથી.
રાય સરકારે વચન પાળ્યું, ગ્રાન્ટ ફાળવી આપી પણ મહાપાલિકાએ કઇં ન ઉકાળ્યું
ગુજરાત સરકારે રામનાથ મંદિરના જિર્ણેાદ્ધાર માટે .૧૪૭ કરોડથી વધુ રકમની માતબર ગ્રાન્ટ ફાળવી વચન પાળ્યું છે પરંતુ મહાપાલિકાના શાસકો અને પ્રશાસકોએ કઇં ઉકાળ્યું નહીં તેથી મંદિરનો જિર્ણેાદ્ધાર પણ અધૂરો રહ્યો અને ગંદકી–દુગધનો પ્રશ્ન પણ યથાવત રહ્યો. પહેલા પ્રવાસન નિગમન પ્રોજેકટ સોંપાયો પછી મહાપાલિકાને સોંપ્યો, મહાપાલિકાએ આ પ્રોજેકટને આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટનો હિસ્સો બનાવી એક જ ગ્રાન્ટમાં બે પ્રોજેકટનો જશ ખાટી પ્રચાર કર્યેા પણ વાસ્તવમાં કયુ કઇં નહીં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech