સમજુતીમાં ઈરાનનો હાથ ઉપર રહ્યો એવા પ્રશ્નના જવાબમાં ભડકેલા અમેરિકી પ્રમુખની વધુ એક વખત ખુલ્લી ધમક
અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વાતચીત દરમિયાન ઈરાનને ધમકી આપીને કહ્યું કે જો ઈરાન અમેરિકા સાથેની ડીલને પૂર્ણ નહીં કરે તો વોશિંગ્ટન બદલો લેશે. તેમણે કહ્યું કે તાજેતરના સંઘર્ષ દરમિયાન તેહરાન ખૂબ જ નબળું પડી ગયું છે અને હવે તેની નૌકાદળ અને વાયુસેના પણ નષ્ટ્ર થઈ ગઈ છે. ટ્રમ્પે વધુમાં કહ્યું, 'જો ઈરાન તેની સમજૂતીનું પાલન નહીં કરે અથવા તેઓ યોગ્ય રીતે વર્તે નહીં તો મારે જે કરવું હશે તે હત્પં કરીશ.
ટ્રમ્પની આ ચેતવણી અમેરિકી રાષ્ટ્ર્રપતિ અને ઈરાનના રાષ્ટ્ર્રપતિ મસૂદ પેજેશ્કિયાને વચગાળાના કરાર પર હસ્તાક્ષર કર્યાના થોડા દિવસો બાદ આવી છે. યારે પૂછવામાં આવ્યું કે શું ઈરાન હવે સમજૂતીને કારણે તેના પર દબાણ બનાવી શકશે, ટ્રમ્પે કહ્યું, 'તેમની નૌકાદળ નાશ પામી છે. તેમની હવાઈ દળનો નાશ થયો. તેમના તમામ નેતાઓ મૃત્યુ પામ્યા છે. તેમની સમગ્ર દેશની હાલત ખરાબ છે. તેમની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે.
અમેરિકી રાષ્ટ્ર્રપતિએ દાવો કર્યેા કે છેલ્લા ચાર મહિનામાં ઈરાનને મોટું નુકસાન થયું છે. તેણે કહ્યું, 'ચાર મહિના પહેલા તેમની પાસે નૌકાદળ હતું, બરાબર ૧૫૯ જહાજ હતા તે તમામનો નાશ કરવામાં આવ્યો હતો. તેમના ૨૫૦
વિમાનો ગયા. તેમની એન્ટી એરક્રાટ સિસ્ટમ ખતમ થઈ ગઈ છે.
ટ્રમ્પે એવો પણ દાવો કર્યેા હતો કે ઈરાનના મોટા ભાગના મિસાઈલનો ભંડાર, પ્રક્ષેપણ સુવિધાઓ અને ડ્રોન ઉત્પાદન ક્ષમતાનો નાશ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું, 'તેમની મોટાભાગની મિસાઈલો નાશ પામી છે. તેમની મોટાભાગની પ્રક્ષેપણ સુવિધાઓ નાશ પામી છે. ડ્રોન અને મિસાઈલ બનાવવાની તેમની મોટાભાગની ૮૭ ટકા ક્ષમતા નાશ પામી છે.
ટ્રમ્પે ઈરાનના નેતૃત્વ પર કહ્યું કે તેને ગંભીર નુકસાન થયું છે. અમેરિકી રાષ્ટ્ર્રપતિએ કહ્યું, તેમના પ્રથમ સ્તરના નેતાઓ ચાલ્યા ગયા છે. તેમના બીજા સ્તરના નેતાઓ પણ નીકળી ગયા છે. તમારે તેમના ત્રીજા સ્તરના નેતાઓની વાતચીત સાંભળવી પડશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application