BREAKING NEWS

જામનગરમાં ૩૦ કિમીની ઝડપે બર્ફીલો પવન ફુંકાયો: તાપમાન ૧૩.૫ ડીગ્રી

  • January 29, 2026 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર સહિત સમગ્ર હાલારમાં ગાત્રો થીજાવતી ઠંડી ચાલું રહી છે, લગભગ દશેક દિવસથી ઠંડીનો માહોલ જોવા મળે છે, ગઇકાલે પણ હાલાર શીત લહરમાં ફેરવાયું હતું અને ૩૦ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો, આગામી દિવસોમાં પણ હજુ કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવે તેવી શકયતા છે તેમ હવામાન ખાતાએ જણાવ્યું છે, ત્યારે લોકો હજુ પણ ગરમ કપડામાં વિંટળાયા છે.

​​​​​​​ જામનગર સહિત ગામડાઓમાં ઠેર-ઠેર તાપણા ચાલી રહ્યા છે અને હજુ બે દિવસ કાતિલ ઠંડીનો માહોલ રહેશે તેવી હવામાન ખાતાની આગાહી છે ત્યારે તા.૩૦ના રોજ વધુ એક સિસ્ટમ સક્રિય થશે અને બર્ફીલો પવન ફુંકાશે.


જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૧૩.૫ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૨૪.૫ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૬ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૨૫ થી ૩૦ કિ.મીની ઝડપ રહી હતી, સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું.


 ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ ગઇ હતી, વાહન વ્યવહારને પણ ભારે અસર પડી છે, જનજીવન જાણે કે ઠપ્પ થઇ ગયું હોય તેવું વાતાવરણ જોવા મળ્યું છે, કાતીલ ઠંડીને કારણે જામનગર સહિત ગામડાઓમાં પણ ઠેર-ઠેર તાપણા શરૂ થયા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application