ઇટ્રા દ્વારા ક્ષય જાગૃતિ રેલી અને નિક્ષય શપથનું આયોજન

  • January 25, 2025 10:39 AM 

‘ઇટ્રા’ દ્વારા ભારત સરકારના ૧૦૦ દિવસ ટી.બી.નાબૂદિના પ્રકલ્પ જાગૃતિ અભિયાનની ઉજવણી અંતર્ગત આજે તા. ૨૫ જાન્યુઆરીના રોજ સંસ્થાના વિદ્યાર્થીઓ-તબિબો અને કર્મચારીઓ દ્વારા ટી.બી. નાબૂદિ માટે નિક્ષય શપથ અને ક્ષય અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇટ્રાના ધન્વંતરી મંદિર ખાતેથી શપથ બાદ રેલી સી.ટી. બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના કેમ્પસ સુધી યોજવામાં આવી હતી. સવારે ૧૦ થી ૧૧ સુધી આ કાર્યક્રમમાં ટી.બી. મુક્ત ભારત રાષ્ટ્ર માટે સૂત્રો પોકારવામાં આવ્યાં હતાં અને ટી.બી. સંબંધી જાગૃતિનું સાહિત્ય પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.


આ તકે ઈટ્રાના ઈ. નિયામક પ્રો. બી. જે. પાટગિરી નાયબ નિયામક ડો. જોબન મોઢા ડિન સહિત કર્મચારીઓ તથા જામનગર સિટી ટી. બી. ઓફિસર ડો. પલક ગણાત્રા અને સુપરવાઇઝર હાર્દિક પુરોહિત સહિતના અન્ય ટી. બી.ના કર્મચારીગણ જોડાયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News