રાજકીય ફંડિંગ મામલે બિહાર વિધાનસભાની ચૂંટણી બાદ વધુ ગુજરાતમાં આવકવેરા વિભાગ એલર્ટ મોડમાં આવી ગયો છે. આજે ગુજરાતના વિવિધ શહેરોમાં આવકવેરા વિભાગ દ્રારા અમદાવાદ, ગાંધીનગર અને જુનાગઢ સહિતના બે ડઝન વધુ શહેરોમાં દરોડાનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવતા રાજકીય પક્ષોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘણા સમયથી રાજકીય દાનના નામે ખોટી આઇટીસી અને રિફડં મેળવનારી દસથી વધુ રાજકીય પાર્ટીઓ તેમની ઉચ્ચ આવકના કારણે આવકવેરા વિભાગના રડારમાં હતી.
જુલાઈ મહિનામાં દેશભરમાં ૨૦૦થી વધુ સ્થળોએ આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યા હતા. હવે દિવાળીના તહેવારો પૂર્ણ થયા છે ત્યારે ફરી એક વખત ખોટી રીતે રાજકીય ફંડિંગ મેળવનારા સામે આપકવેરાના વિભાગના અધિકારીઓની ટીમ ત્રાટકી છે. જેમાં ગાંધીનગરના ભારતીય નેશનલ જનતા દળ નામના રાજકીય પક્ષના પ્રમુખ સંજય ગજેરા પણ ચડ્યા છે.
આવકવેરા વિભાગના અધિકારીઓ પાસેથી પ્રા માહિતી મુજબ ભારતીય નેશનલ જનતા દળના સ્થાપક પ્રમુખ સંજય ગજેરાના ગાંધીનગરના સેકટર ૨૬ કિસાન નગર ખાતેના રહેણાંક તથા ૧૧ મેઘ મલ્હાર કોમ્પ્લેકસ ખાતેની ઓફિસ તથા ડ્રાઇવરના ગ્રીન સિટી ખાતેના રહેણાંક મળી કુલ ત્રણ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે.
સંજય ગજેરાના ઠેકાણા પરથી અધિકારીઓ દ્રારા દસ્તાવેજો, સ્થાવર અને જંગમ મિલકત સહિતના પુરાવાની ચકાસણી હાથ કરવામાં આવી રહી છે. જેમાં તેમના બે પાડોશીઓને પણ પચં તરીકે બોલાવવામાં આવ્યા છે. વહેલી સવારથી પોલીસના કાફલા સાથે નામેગા સર્ચ ઓપરેશનથી આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાયો છે.
તાજેતરમાં જુલાઈ માસમાં દેશવ્યાપી દરોડા વખતે ગુજરાતમાં રાજકીય દાનના નામે સીએ કે ટેક્સ કન્સલ્ટન્ટ દ્રારા ખોટી આઇટીસી અને રિફડં કલેઈમ કરીને આવકવેરાની કલમ ૮૦ હેઠળ મોટી કરચોરી થતી હોવાનું આવકવેરા વિભાગના ધ્યાનમાં આવ્યું હતું. રાય અથવા રાષ્ટ્ર્રીય ચુંટણીમાં ઝુકાવનારા રાજકીય પક્ષોને નિયત માત્રામાં મત મળ્યા ન હોય કે ખૂબ ઓછા મત મળ્યા હોય તેવા પક્ષને અમાન્ય ઠરાવવામાં આવતા હોય છે. ત્યારે ચૂંટણી પચં દ્રારા તાજેતરમાં જ આવા પક્ષોની યાદી બનાવવામાં આવી હતી. જેમાં ગુજરાતના પણ પાંચ જેટલા રાજકીય પક્ષો દ્રારા દુકાન કે ઓફિસ ખોલીને દાનના નામે મોટી કરચોરી થતી હોવાનું સામે આવ્યું હતું.
ગુજરાતમાં કુલ પાંચ અમાન્ય રાજકીય પક્ષો
ગુજરાતમાં રજિસ્ટાર્ડ થયેલા પાંચ પક્ષોને છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી બે લોકસભાની અને એક વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૨૨,૦૦૦ મતો મળ્યા હતા. તેમણે ૧૭ ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આખા દેશના ટોપ–૧૦ કમાણી કરતા પક્ષોમાં ગુજરાતના કુલ પાંચ પક્ષો છે જેમાં નેશનલ જનતા દળ એક છે.
ડ્રાઈવર રોનકસિંહના મોબાઈલમાંથી આઈટીને મહત્વના પુરાવા મળ્યા
પાર્ટીના મુળ સ્થાપક વિઠ્ઠલ ગજેરાનું કોરોનાકાળમાં અવસાન થયા બાદ સંજય ગજેરા સંચાલન કરતા હતા. જેમણે મોટી ગોલમાલ કીને સામ્રરાય ખડું કયુ હતું. જેમના ડ્રાઈવર રોનકસિંહના મોબાઈલમાંથી આઈટીને મહત્વના પુરાવા મળ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે