અઠવાડિયામાં આવકવેરા વિભાગ એ બીજું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરતા સમગ્ર રાયમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હજુ તો ગાંધીધામમાં બે ગ્રુપ ઉપર આવકવેરાની તપાસ પૂરી પણ થઈ નથી ત્યાં અમદાવાદ અને ગાંધીનગરમાં બિલ્ડર જૂથ પર આવકવેરા વિભાગે તવાઈ ઉતારતા બિલ્ડર લોબીમાં સોપો પડી ગયો છે.
જાણવા મળતી વિગત અનુસાર ઇન્કમટેકસ વિભાગ દ્રારા અમદાવાદ અને ગાંધીનગરમાં આવેલા વિનાયક અને પીએસવાય ગ્રુપ ઉપર આવકવેરા વિભાગના દરોડા ની કામગીરી સવારથી ચાલુ થઈ છે આ મેગા સર્ચ ઓપરેશનમાં અમદાવાદ ,સુરત ,વડોદરા ઉપરાંત સૌરાષ્ટ્ર્રના અધિકારીઓ પણ જોડાયા છે. રાજકોટ થી ૪૦ જેટલા અધિકારીઓ અને ઇન્સ્પેકટર આ દરોડા માટે ગઈકાલે સાંજે જ અમદાવાદ પહોંચી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર ગાંધીનગર ખાતે આવેલા પીએસવાય ગ્રુપની ઓફિસ તેમજ તેની સાથે સંકળાયેલા ભાગીદારો અને અન્ય લોકોને ત્યાં દરોડા પડા છે.બંકીમ જોશી અને નિલય દેસાઈ, વિક્રાંતપુરોહિત સહિતના ભાગીદારોને દરોડાની કામગીરી ચાલી રહી છે. ગાંધીનગર સેકટર ૮, ૨૧ સહિતના એરીયાઓમાં ઇન્કમટેકસ ટુકડીઓ પહોંચી છે. ગાંધીનગરમાં એક સાથે ૨૫ થી વધુ જગ્યા અને અમદાવાદમાં પણ વિનાયક ગ્રુપ ની ઓફિસ સહિતના સ્થળો પર આવકવેરા વિભાગ દ્રારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.ઇન્કમટેકસના ૧૦૦થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે.તપાસના અંતે મોટાપાયે બિનહિસાબી વ્યવહાર મળે તેવી સંભાવના છે. હજુ ગાંધીધામમાં શ્રીરામ અને કિરણ રોડલાઇન્સ ગ્રુપ ને ત્યાં ગયા અઠવાડિયે દરોડામાં ૨૫૦ કરોડના બિન હિસાબી વ્યવહાર ઝડપી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech