વલસાડના પ્રખ્યાત બિલ્ડર દિપેશ ભાનુશાળીના નિવાસસ્થાને આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી છે, જેમાં ૫૪૪ કરોડ પિયાના બેનામી વ્યવહારો સામે આવતા કરચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. વલસાડમાં આવકવેરા વિભાગ દ્રારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. જેમાં ૫૪૪ કરોડ પિયાના બેનામી વ્યવહારો મળી આવ્યા હતા. વાપી, વલસાડ અને સુરતની ૧૬ ટીમો શોધમાં જોડાઈ હતી.
દીપેશ ભાનુશાળીના ઘરેથી ૧૦૦ કરોડ પિયાના દસ્તાવેજો મળી આવ્યા છે. દીપેશના ભાગીદાર જગદીશ સેઠિયા પાસેથી પણ ૧૦૦ કરોડ પિયાના બેનામી વ્યવહારોની વિગતો મળી આવી છે. બિપિન બિલ્ડર પાસેથી ૫૦ કરોડ પિયા અને રાજેશ રાઠોડ પાસેથી ૪૦ કરોડ પિયાના દસ્તાવેજો જ કરવામાં આવ્યા છે. એડવોકેટ વિપુલ કાપડિયાની ઓફિસમાંથી પણ ૨૦૦ કરોડ પિયાના વ્યવહારો મળી આવ્યા છે, યારે રાકેશ જૈનની ઓફિસમાંથી ૪ કરોડ પિયા અને ઘોરદરાની ઓફિસમાંથી ૨૦ કરોડ પિયાના વ્યવહારો મળી આવ્યા છે.
દીપ સિંહ ઠાકોરની ઓફિસમાંથી ૨૦ કરોડ પિયાના વ્યવહારો મળી આવ્યા છે. એવી શંકા છે કે વકીલની ઓફિસમાં મળેલા વ્યવહારો અન્ય બિલ્ડરોના છે. વાપીના આર્કિટેકટ મનીષ શાહના ચાર લોકરમાંથી ૨.૨૫ કરોડ પિયાનું સોનું અને ૧૭.૫ લાખ પિયાની રોકડ મળી આવી હતી. સંપૂર્ણ તપાસ બાદ કરચોરીનો ખુલાસો થઈ શકે છે. તપાસ ટીમે વલસાડ અને વાપીમાં જાણીતા બિલ્ડરો, જમીન વિકાસકર્તાઓ, વકીલો અને આર્કિટેકટસના પરિસરમાં દરોડા પાડા હતા.
વાપી તપાસ ટીમના વડા આર.પી. મીણા આ કાર્યવાહીનું નેતૃત્વ કરી રહ્યા છે. દિપેશભાઈ ભાનુસાળી અને તેમના ભાઈ હિતેશભાઈ ભાનુસાળી અને તેમના ભાગીદાર જગદીશ સેઠિયાની ઓફિસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આવકવેરા વિભાગની ટીમોએ આ વ્યકિતઓના કાર્યાલયો અને રહેઠાણો તેમજ તેમના ખાતાના પુસ્તકો, વ્યવસાયિક રેકોર્ડ અને વ્યકિતગત મિલકતો પર વિગતવાર તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech