એક સોદાની બજારમાં ફરી રહેલી કરોડોની રોકડ આઇટીની નજરે ચડયા

  • February 27, 2024 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ વર્ષે ઇન્કમટેકસ વિભાગે સૌથી મોટું ઓપરેશન હાથ ધરી કરોડો રૂપિયાના બીન હિસાબી વ્યવહારો ઝડપી લીધા છે ત્યારે રાજકોટમાં મોટા ગજાના ગણાતા લાડાણી અને ઓરબીટ બિલ્ડર ગ્રુપ પર તવાઇ ઉતારી છે જેમાં વિશ્ર્વસીનીય સૂત્રોમાંથી એવી વાત સામે આવી છે કે, આ બિલ્ડર પૈકી એક ધંધાર્થી દ્રારા તાજેતરમાં રાજકોટની ભાગોળે સોનાની લગડી જેવી જગ્યા કરોડો રૂપિયામાં સોદો થયો છે અને વેચાણ પૈકી ૪૦ ટકા રકમ રોકડમાં આવી છે અને આ ધંધાર્થી રોકડના આધારે અન્ય જગ્યાએ સોદો કરવાની ફિરાકમાં હોવાની ચર્ચાઓ આવકવેરાના કાને પડી હોવાનું પણ એક કારણ સામે આવી રહ્યું છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૮માં પણ દિલીપ લાડાણીના હાઇરાઇઝ પ્રોજેકટ પર દરોડા પડયા હતાં ત્યારબાદ ફરીથી સૌરાષ્ટ્ર્ર જ નહીં પરંતુ ગુજરાતનો ગગનચુંબી ઓરબીટ ગાર્ડનનો પ્રોજેકટ જે રાજકોટની નજીક મોટામવા પાસે બનવા જઇ રહ્યો છે. થોડા સમય પહેલા જ આ વિશાળ પ્રોજેકટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ વાયબ્રન્ટમાં પણ રાજય સરકારને આ પ્રોજેકટ પસદં પડી ગયો હતો અને એમઓયુ કરવામાં આવ્યા છે.
ઇન્વેસ્ટીગેશન વિંગના ઉચ્ચ અધિકારી આદર્શ તિવારી દ્રારા આ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું અને તે પૂર્વે ત્રણ વર્ષ પહેલા આરકે ગ્રુપ પર જે દરોડા પડયા હતાં અને એ સમયે તત્કાલિન અધિકારી શશાંગ દ્રારા જે મોડેસ ઓપરેન્ડી અપનાવી હતી એ પેટર્નનો અભ્યાસ કરી લાડાણી અને ઓરબીટ ગ્રુપ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. એક પ્રોજેકટને નિશાન બનાવ્યા અને અનેક પ્રોજેકટો આઇટીની ઝપટે ચડી ગયા છે. આજે પ્રથમ દિવસે હજુ આવકવેરા વિભાગે દસ્તાવેજો અને કોમ્પ્યુટર ડેટા કબજે કર્યા છે. કેટલા લોકર અને રોકડનો આંકડો આવકવેરાની ટીમ ટૂંક સમયમાં જાહેર કરશે


કોને ત્યાં દરોડા ?
૧.વીનેશ પટેલ –ઓરબીટ ગ્રુપ
૨.દિલીપ લાડાણી– લાડાણી એસોસિયેટ
૩.મયુર રાદડિયા–ટવિન ટાવર
૪. દાનુભા જાડેજા
૫. મહિપતસિંહ ચુડાસમા
૬.નિલેશ જાગાણી
૭.મીનેશ પરસાણા
૮.બન્ની પટેલ
૯. પ્રોજેકટ સાથે સંકળાયેલા એકાઉન્ટન્ટ અને કર્મચારી


એકાઉન્ટન્ટ અને અંગતોને ત્યાં પહોંચી આઇટીની ટીમ
લાડાણી અને ઓરબીટ ગ્રુપ ઉ૫રાંત અન્ય ભાગીદારોના એકાઉન્ટન્ટ તેમજ તેના અંગત અને વિશ્ર્વાસપાત્ર કર્મચારીઓને ત્યાં આવકવેરા વિભાગે તપાસ કરી હોવાનું સામે આવી રહ્યું છે. એકાઉન્ટન્ટ વિરાજના નિવાસસ્થાને દરોડા પડયા હતાં તેમજ વિનસ પટેલ તથા તેમના ભાઇઓના ઘરે પણ આઇટીની ટીમ પહોંચી છે. આ ઉપરાંત દાનુભા તેમના પુત્ર અર્જુન, મયુર રાદડિયા અને મહિપતસિંહ ચુડાસમાના ઘર, ઓફિસ ઉ૫રાંત તેમની સાથે સંકળાયેલા લોકોને ત્યાં તપાસનો દૌર લંબાયો છે. જેમાં મહિપતસિંહ ચુડાસમા બહારગામ હોવાથી તેના ઘરની સીલ કયુ છે. જયારે તેમની ઓફિસ પર તપાસ ચાલુ છે

હવે કોને ત્યાં દરોડા પડશે ? આખી રાત પૂછપરછ
ગઇકાલે બપોરે રાજકોટ ઇન્કમટેકસની ટીમને ખાનગી કોન્ટ્રાકટરોની ગાડીમાં રાજકોટથી બહાર લઇ જવાયા હતાં ત્યારબાદ વાયુવેગે દરોડા પડવાના છે તેવી વાત આખી રાત સાંભળવા મળી હતી. અમદાવાદમાં દરોડા પડયા બાદ હવે કોનો વારો ? બિલ્ડરો, ઝવેરીઓ, ડોકટરો કે ઉધોગોમાં ? વગેરે પુછપરછનો દૌર આખી રાત ચાલુ રહ્યો હતો

કાલાવડ રોડ, કોટેચા ચોક અને મોટામવામાં ગાડીઓના થપ્પા
આજે વહેલી સવારથી શહેરના મુખ્ય વિસ્તારોમાં બિલ્ડરોને ત્યાં દરોડાના પગલે કાલાવડ રોડ કોટેચા ચોક અને મોટામવામાં ગાડીઓના થપ્પા તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળતા રાજમાર્ગ ઉપરથી પસાર થનાર વાહનચાલકો અને રાહદારીઓમાં અનેક પ્રશ્નો ઉભા થયા હતાં. જોકે ત્યારબાદ આવકવેરાની ગાડીઓ જોતાં લોકો સાનમાં સમજી ગયા હતાં


સરકાર દ્રારા એમઓયુ થયેલો ઓરબીટ ગાર્ડનનો પ્રોજેકટ નજરે ચડયો

આજે સવારથી ટોક ઓફ ધી ટાઉન બનેલા ઇન્કમટેકસના દરોડામાં  રાજકોટ જ નહીં પરંતુ  સૌરાષ્ટ્ર્રના મોટા ગણાતા પ્રોજેકટ ઝપટે ચડા છે.જેમાં મુખ્યત્વે મોટા મવા નજીક સૌરાષ્ટ્ર્રનું પ્રથમ ૪૦ માળની ગગનચૂંબી ઈમારતનો પ્રોજેકટ છે. જેમાં જોડાયેલા ઓરબીટ ગ્રુપના વિનેશ પટેલ, દિલીપ લાડાણી મુખ્ય ભાગીદારો માં સમાવેશ થાય છે અને આ બિલ્ડરોની સાથે અન્ય પ્રોજેકટર માં સંકળાયેલા દાનુભા જાડેજા, મયુર રાદડિયા,મીનેશ પરસાણા, મહિપતસિંહ ચુડાસમા,નિલેશ જાગાણી, બન્ની પટેલ નામ સામે આવ્યાં છે અને આ તમામ લોકોને ત્યાં વહેલી સવારથી સર્ચની કામગીરી ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં ઇન્કમટેકસ ટીમે કરોડો પિયાના બિન હિસાબી વ્યવહારો કબજે લીધા છે. સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર દિલીપ લાડાણી અને ઓરબીટ બિલ્ડર ગ્રુપ દ્રારા ટૂંકા સમયમાં ત્રણથી વધુ પ્રોજેકટ લકરિયસ પ્રોજેકટ મૂકવામાં આવ્યા હતા અને જેમાં તાજેતરમાં ટૂંકા સમયમાં ઉડાન ભરાયેલો સૌરાષ્ટ્ર્રનો પ્રથમ માળ નો ઓરબીટ ગાર્ડન નો પ્રોજેકટ લોન્ચ થયો છે અને આ પ્રોજેકટમાં રાય સરકાર દ્રારા એમ ઓ યુ પણ કરવામાં આવ્યા હતા. ઇન્કમટેકસ સૌપ્રથમ આ પ્રોજેકટ પર આવકવેરાનો ઓપરેશન હાથ ધયુ અને ત્યારબાદ એક પછી એક પ્રોજેકટ સામે આવતા ગયા જેમાં કોટેચા ચોક ખાતે ટિન ટાવર જે હાલમાં બની રહ્યો છે જોકે પૂર્ણતાને આરે છે એ પ્રોજેકટ પણ આવકવેરા ની રડાર માં આવી ગયો છે આ ઉપરાંત સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેનો ઓરબીટ ટાવર નો પ્રોજેકટ આ મેગા સર્ચ ઓપરેશનમાં સમાવેશ થયો છે


ગુજરાતના પ્રિ. ચીફ કમિશનર યશવંતસિંહ રાજકોટની મુલાકાતે હતાં
બે દિવસ પૂર્વે ગુજરાતના પ્રિન્સીપલ ચીફ કમિશનર યશવંતસિંહ ચવ્વાણ રાજકોટ આવકવેરાની મુલાકાતે આવ્યા હતાં. બે દિવસના રોકાણ દરમિયાન તેઓએ અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી. તેમની મુલાકાત બાદ ટોચના બિલ્ડરો પર દરોડાની કાર્યવાહી શરૂ થઇ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application