ISROએ વિક્રમ લેન્ડરની 3D તસ્વીર કરી જાહેર, ચંદ્ર પરની સવારીનો કરાવશે અહેસાસ

  • September 05, 2023 10:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈસરોએ વિક્રમ લેન્ડરની રંગીન 3D ઈમેજ જાહેર કરી છે. સાથે અપીલ પણ કરી છે કે જો તમે તેને 3D ચશ્મા સાથે જોશો તો તમને અદ્ભુત નજારો જોવા મળશે. આ ફોટો પહેલા બ્લેક એન્ડ વ્હાઇટમાં રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ફોટો પ્રજ્ઞાન રોવરે તેના નેવકેમ સાથે 49 ફૂટ દૂરથી ક્લિક કર્યો હતો.


ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરની 3D તસવીર જાહેર કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે તેને જોવાની અસલી મજા 3D ચશ્મા દ્વારા આવશે. તે પણ રેડ અને સાયન 3D ચશ્મા સાથે. વાસ્તવમાં, આ તસવીર પ્રજ્ઞાન રોવરે થોડા દિવસો પહેલા લેન્ડરથી 15 મીટર એટલે કે લગભગ 40 ફૂટના અંતરેથી ક્લિક કરી હતી.




ISRO એ વિક્રમ લેન્ડરની આસપાસની સપાટીના પરિમાણોને સ્ટીરિયો અને મલ્ટી-વ્યુ ઈમેજોના રૂપમાં જાહેર કર્યા છે. ઈસરો તેને એનગલિફ કહે છે. આ ફોટો પ્રજ્ઞાન રોવરના NavCam દ્વારા લેવામાં આવ્યો છે. જે બાદમાં NavCam સ્ટીરિયોમાં બદલાઈ ગયો.


આ 3-ચેનલની તસવીર છે. તે વાસ્તવમાં બે ફોટાનું સંયોજન છે. રેડ ચેનલ પર એક તસવીર હતી. બીજી બ્લુ અને ગ્રીન ચેનલ પર હતી. બંનેને મિક્સ કરીને આ તસવીર સામે આવી છે. જેના કારણે દર્શકો વિક્રમ લેન્ડરને 3Dમાં જોશે. એટલે કે, તમને એવું લાગશે કે તમે ચંદ્ર પર ઉભા રહીને વિક્રમને જોઈ રહ્યા છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application