BREAKING NEWS

નાઇજીરિયામાં ગામ પર આઈએસઆઈએસ આતંકવાદીઓનો હુમલાનો મામલો : ૨૯ લોકોનાં મોત

  • April 28, 2026 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇસ્લામિક સ્ટેટ જૂથ (આઈએસઆઈએસ) ના આતંકવાદીઓએ ઉત્તરપૂર્વીય નાઇજીરીયાના એક ગામ પર મોડી રાત્રે હત્પમલો કર્યેા, જેનાથી ક્રૂર રકતપાતનો માહોલ સર્જાયો. આ હુમલાનો મામલામાં ઓછામાં ઓછા ૨૯ લોકો માર્યા ગયા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ ગામમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કર્યેા, જેના પરિણામે મૃત્યુઆકં વધુ થયો અને ઘણા લોકો ઘાયલ થયા. આ હત્પમલાથી સમગ્ર પ્રદેશમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો છે.આઈએસઆઈએસ એ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ઇસ્લામિક સ્ટેટ જૂથે ટેલિગ્રામ મેસેજિંગ એપ પર પોસ્ટ કરેલા સંદેશ દ્રારા હત્પમલાની જવાબદારી સ્વીકારી છે. અદામાવા રાયના ગવર્નર અહમદુ ઉમા ફિન્ટિરીએ સોમવારે ગામની મુલાકાત લીધી હતી અને હુમલાની સખત નિંદા કરી હતી, તેને દુ:ખદ અને અસ્વીકાર્ય બંને ગણાવ્યા હતા. તેમણે ખાતરી આપી હતી કે સરકાર આતંકવાદ સામે કડક કાર્યવાહી કરશે.નાઇજીરીયા તેના ઉત્તરીય પ્રદેશમાં સુરક્ષા સંબંધિત અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે, યાં બળવાની વાળાઓ બે દાયકાથી વધુ સમયથી બળવાની વાળાઓ ભડકી રહી છે. ફેબ્રુઆરીમાં, યુનાઇટેડ સ્ટેટસે આ સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે નાઇજીરીયાની સૈન્યને સલાહકાર સહાય પૂરી પાડવા માટે આ પ્રદેશમાં સૈનિકો તૈનાત કર્યા હતા.નાઇજીરીયામાં હાલમાં બે મુખ્ય આઈએસઆઈએસ –સંલ આતંકવાદી જૂથો સક્રિય છે; જોકે, ગુયાકુમાં થયેલા હુમલા પાછળ આમાંથી કયા સંગઠનનો હાથ હતો તે સ્પષ્ટ્ર નથી. ઇસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રાંત ઉત્તરપૂર્વીય પ્રદેશમાં સક્રિય હોવાનું માનવામાં આવે છે. એક એવો વિસ્તાર જેમાં અદામાવા રાયનો સમાવેશ થાય છે. દરમિયાન, આઈએસઆઈએસ સાથે જોડાયેલું બીજું એક જૂથ જે સ્થાનિક રીતે લાકુરાવા તરીકે ઓળખાય છે – વારંવાર ઉત્તર–મધ્ય રાયો સોકોટો અને કેબ્બીના દૂરના ગામો પર હુમલા કરે છે.ગુયાકુ ગામ પર હુમલો એ જ દિવસે થયો હતો યારે બંદૂકધારીઓએ ઉત્તર–મધ્ય નાઇજીરીયામાં એક અનાથાશ્રમ પર હુમલો કર્યેા હતો, જેમાં ૨૩ બાળકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, આમાંથી ૧૫ બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. દરમિયાન, સરકારે જણાવ્યું હતું કે બાકીના આઠ બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને આ ઘટના પાછળના ગુનેગારોને પકડવા માટે મોટા પાયે કામગીરી ચાલી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application