સરકારે ભારતીય રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન (આઈઆરએફસી ) ને અને આઈઆરસીટીસી નવરત્ન દરજ્જો આપવાને મંજૂરી આપી છે. નવરત્નનો અર્થ એ છે કે તેને હવે કેટલાક વિશેષ અધિકારો મળશે, જેના કારણે તે વધુ સ્વતંત્રતા સાથે કામ કરી શકશે. અગાઉ આઈઆરએફસી અને આઈઆરસીટીસી આ સ્થિતિથી બહાર હતું. હવે તે ભારતીય રેલ્વે સાથે સંકળાયેલ 26મું નવરત્ન બની ગયું છે.આઈઆરએફસી એક સરકારી કંપની છે જે ભારતીય રેલ્વે માટે નાણાંની વ્યવસ્થા કરે છે. તેનું કામ રેલ્વેને નાણાકીય સહાય પૂરી પાડવાનું છે જેથી રેલ પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ શકે. નાણાકીય વર્ષ 2023-24માં, આઈઆરએફસીનું ટર્નઓવર રૂ. 26,644 કરોડ અને નફો રૂ. 6,412 કરોડ હતું. તેની કુલ સંપત્તિ (નેટવર્થ) રૂ. ૪૯,૧૭૮ કરોડ છે.
રેલ્વે મંત્રીએ આ સિદ્ધિ બદલ આઈઆરસીટીસી અને આઈઆરએફસીની ટીમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર લખ્યું, નવરત્ન દરજ્જો પ્રાપ્ત કરવા બદલ આઈઆરસીટીસી અને આઈઆરએફસ ની ટીમને અભિનંદન.નવરત્નનો દરજ્જો મેળવ્યા પછી, રેલ્વે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ આઈઆરસીટીસી હવે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ કંપનીઓમાં 25મી નવરત્ન કંપની બની ગઈ છે. આઈઆરસીટીસીનું વાર્ષિક ટર્નઓવર 4,270.18 કરોડ રૂપિયા છે. વર્ષ ૨૦૨૦-૨૪માં તેની કુલ સંપત્તિ ૩,૨૨૯.૯૭ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
નવરત્ન દરજ્જો શું છે?
નવરત્ન દરજ્જો મળવાથી, આઈઆરએફસીને પોતાના નિર્ણયો લેવાની વધુ સ્વતંત્રતા મળશે. આ સરકારી કંપની હવે વધુ સારી રીતે કાર્ય કરી શકશે અને રેલ્વેના વિકાસ માટે વધુ અસરકારક રીતે કાર્ય કરી શકશે. આનાથી ભારતીય રેલ્વે માટે વધુ સંસાધનો એકત્ર કરવામાં મદદ મળશે અને તેના વિસ્તરણમાં મદદ મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાલારની પાંચ ન.પા. ના પ્રમુખ-ઉપપ્રમુખની આવતીકાલે વરણી
March 04, 2025 01:26 PMજામનગરમાં બેન્ક ઓફ બરોડા દ્વારા રૂપિયા 67 કરોડની ચેકોનું વિતરણ
March 04, 2025 01:21 PMસાત રસ્તા સર્કલ પાસે ફલાય ઓવરની કામગીરી અંતર્ગત અનેક રસ્તા ડાયવર્ટ
March 04, 2025 01:15 PMજામનગરમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકોની ભરતીના મામલે કલેકટરને આવેદન પત્ર
March 04, 2025 01:12 PMજો પહેલી વાર વિદેશ જઈ રહ્યા છો તો આ બાબતોનું રાખો ધ્યાન
March 04, 2025 01:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech