આઈપીઓ દ્રારા નાણાં એકત્ર કરવાના સંદર્ભમાં કંપનીઓ રેકોર્ડ બનાવી રહી છે, પરંતુ વળતરની દ્રષ્ટ્રિએ, છેલ્લા ચાર મહિનામાં લિસ્ટ થયેલી કંપનીઓ તેમની ઇશ્યૂ કિંમત કરતાં ૬૧ ટકા સુધી નીચે ચાલી રહી છે. સેન્સેકસ અને નિટી સપ્ટેમ્બર ૨૦૨૪ના રેકોર્ડ હાઈથી ૧૦ ટકા ઘટા છે. જયારે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેકસ પણ ૮–૯ ટકા સુધી નીચે આવ્યા છે.
આ સિવાય આકટોબરથી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની ઉપાડ અને અમેરિકામાં બોન્ડ યીલ્ડ વધવાને કારણે ભારતીય બજારોમાં વેચવાલી વધુ તીવ્ર બની છે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં હાલની અસ્થિરતાને જોતા રોકાણકારો જોખમ લેવાનું ટાળી રહ્યા છે. તેની અસર રોકાણકારોના ઓછા રસ અને તાજેતરના કેટલાક આઈપીઓમાં નબળા સબસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી શકે છે. આંકડા દર્શાવે છે કે આઈપીઓ હંમેશા ગોલ્ડન બર્ડ નથી હોતા. પૈસાનું રોકાણ કરતા પહેલા કંપનીની તાકાત અને બજારની સ્થિતિને સમજવી જરી છે.
ઉલ્લેખનીય છે કે આગામી બે નાણાકીય વર્ષેામાં કુલ ૧,૦૦૦ કંપનીઓ તેમના આઈપીઓ લોન્ચ કરી શકે છે. એસોસિએશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરી હતી. આ નોંધપાત્ર સંખ્યામાં પ્રારંભિક જાહેર ઓફર આર્થિક વૃદ્ધિ, અનુકૂળ બજાર પરિસ્થિતિઓ અને નિયમનકારી માળખામાં સુધારો કરશે. ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સની સર્વેાચ્ચ સંસ્થાએ જણાવ્યું હતું કે છેલ્લા છ નાણાકીય વર્ષેામાં અત્યાર સુધીમાં ૮૫૧ કંપનીઓએ આઈપીઓ લોન્ચ કરીને સામૂહિક રીતે . ૪.૫૮ લાખ કરોડ એકત્ર કર્યા છે. આમાંથી ૨૮૧ મોટી કંપનીઓ હતી યારે નાની અને મધ્યમ કંપનીઓની સંખ્યા ૫૭૦ હતી. નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪માં આઈપીઓ દ્રારા કુલ ૬૭,૯૫૫ કરોડ પિયા એકત્ર કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઢીંચડામાં ઉર્ષ મુબારકના કાર્યક્રમ સાથે ઘોડા-ઊંટ ગાડીની રેસ યોજાઇ
April 22, 2025 09:21 AMIPL 2025: ગુજરાતે કલકત્તાને 39 રને હરાવ્યું, શુભમન ગિલ રહ્યો મેચનો હીરો
April 21, 2025 11:38 PMરાજકોટમાં SOGનો સપાટો: શાસ્ત્રીમેદાનમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે બે આરોપી ઝડપાયા
April 21, 2025 09:18 PMICICI, HDFC થી લઈને YES બેંક સુધી; કઈ બેંકમાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ?
April 21, 2025 08:43 PMસુરતમાં નકલી હેડ એન્ડ સોલ્ડર શેમ્પૂનું કૌભાંડ ઝડપાયું, 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 3ની ધરપકડ
April 21, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech