જયારે પણ કોઈ વસ્તુ વિશે જાણવા માંગીએ છીએ અથવા તેનો અર્થ જાણવા માંગીએ છીએ ત્યારે તરત જ ગૂગલ યાદ આવે છે. ગૂગલે આ વર્ષે ભારતમાં સૌથી વધુ સર્ચ થયેલા વિષયોની યાદી શેર કરી છે. લોકોને વિવિધ વિષયોમાં રસ હતો પરંતુ ક્રિકેટ સૌથી વધુ લોકપ્રિય રહ્યું છે. જેણે એકંદર શ્રેણીમાં ટોચના બે સ્થાન મેળવ્યા હતા. ઈન્ડિયન પ્રીમિયર લીગ અને ટી–૨૦ વલ્ર્ડ કપ સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા વિષયો હતા. આ વર્ષે ઘણા લોકોનું ધ્યાન ચૂંટણીના પરિણામો પર પણ હતું, જેમાં ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પરિણામો ૨૦૨૪ ત્રીજા અને ચોથા નંબરના સૌથી વધુ સર્ચ થયેલા શબ્દો છે. ૨૦૨૪માં યોજાનારી આગામી ઓલિમ્પિકને પણ ટોપ–૫માં સામેલ કરવામાં આવી હતી, જેણે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
ગૂગલ દ્રારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ૨૦૨૪માં ભારતમાં સૌથી વધુ સર્ચ કરાયેલા કીવડર્સમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ), ટી૨૦ વલ્ર્ડ કપ અને બીજેપી છે, જે દર્શાવે છે કે ભારતીયો ક્રિકેટ અને રાજકારણમાં ઐંડો રસ ધરાવે છે. ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ પહેલા ૧૨ અને ૧૮ મેના રોજ ઇન્ડિયન પ્રીમિયર લીગ કીવર્ડ સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા હતા. ભારતમાં યુઝર્સએ ટી૨૦ વલ્ર્ડ કપ પણ ગૂગલ કયુ, જે ભારતમાં ૨૦૨૪ માટેના એકંદર ગૂગલ સર્ચ ડેટામાં બીજા ક્રમે છે.
રાજકારણમાં સૌથી વધુ સર્ચ કરાયેલો કીવર્ડ ભારતીય જનતા પાર્ટી હતો, જેની ગૂગલ પર સર્ચ ૨ થી ૮ જૂનની વચ્ચે વધી હતી, તે જ તારીખની આસપાસ યારે સાત તબક્કાની લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો જાહેર થયા હતા. ચૂંટણી પરિણામ ૨૦૨૪ અન્ય સંબંધિત કીવર્ડ છે જેણે આ વર્ષે ગૂગલ સર્ચ પર પ્રભુત્વ મેળવ્યું હતું અને ચોથા સ્થાને હતું. પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪, પ્રો કબડ્ડી લીગ અને ઈન્ડિયન સુપર લીગ વિશે પણ સર્ચ કરાયું હતું, જે દર્શાવે છે કે ક્રિકેટ સિવાય અન્ય રમતો પ્રત્યે પણ ભારતીયોનો રસ વધી રહ્યો છે.
ભારતીયોમાં પર્યાવરણ અને આબોહવાની ચિંતાઓ પણ વધારે છે, કારણ કે ૨૦૨૪માં એકસેસિવ હીટની શોધ વધી છે, જે ઉનાળામાં વધતા તાપમાનની અસરને દર્શાવે છે. પ્રખ્યાત વ્યકિતત્વમાં રતન ટાટાને પણ સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા હતા. રતન તાતાનું આકટોબરમાં ૮૬ વર્ષની વયે અવસાન થયું, ઓનલાઈન અને આફલાઈન બંનેમાં શ્રદ્ધાંજલિનું પૂર આવ્યું હતું.
આ વર્ષે જુલાઈમાં અબજોપતિ મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનતં અંબાણી સાથે લ કરનાર રાધિકા મર્ચન્ટ ભારતમાં સૌથી વધુ ગુગલ કરાયેલા લોકોમાંથી એક છે. ભવ્ય લ સમારોહમાં ભારતના ટોચના રાજકીય નેતાઓ, બોલિવૂડ સ્ટાર્સ અને બિઝનેસ લીડર્સે હાજરી આપી હતી.
મોટાભાગના લોકો જુદા જુદા શબ્દોના અર્થ જાણવા માટે ગૂગલ સર્ચનો ઉપયોગ કરે છે. આ વર્ષે ભારતીયોએ મોટે ભાગે ઓલ આઈઝ ઓન રાફા, અકાય, સર્વાઈકલ કેન્સર, તવાઈફ અને ડેમ્યુર ના અર્થેા શોધ્યા હતા. સર્ચ એન્જીન્સે પણ તેમને ઘણી શ્રેણીઓમાં ગોઠવ્યા છે. બે ફિલ્મોમાં ઘણો રસ જોવા મળ્યો છે: રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર અભિનીત ક્રી ૨, અને અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને પ્રભાસ અભિનીત કલ્કી ૨૮૯૮ એડી. બંને ફિલ્મો થોડા મહિના પહેલા થિયેટરોમાં રિલીઝ થઈ હતી અને તેને જબરજસ્ત હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.
ગૂગલે હમ ટુ સર્ચ નામનું એક નવું ફીચર રજૂ કયુ છે, જેના દ્રારા યુઝર્સ ગણગણીને ગીતો સર્ચ કરી શકશે. લોકો આ ફીચરનો ઉપયોગ નાદાનિયાં, હત્પસ્ન, ઈલુમિનાતી, કાચી સેરા અને યે તુને કયા કિયા જેવા ગીતો શોધવા માટે કરી રહ્યા છે.
ફિલ્મો ઉપરાંત હીરામંડી, મિર્ઝાપુર, ધ લાસ્ટ ઓફ અસ, બિગ બોસ ૧૭ અને પંચાયત સહિત ઘણી લોકપ્રિય વેબ સિરીઝ અને ટીવી શો પણ સર્ચ કરવામાં આવ્યા હતા.
ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા ટોપ–૧૦ કીવડર્સની યાદી
૧. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)
૨. ટી–૨૦ વલ્ર્ડકપ
૩. ભારતીય જનતા પાર્ટી
૪. ઈલેકશન રિઝલ્ટ ૨૦૨૪
૫. ઓલિમ્પિક ૨૦૨૪
૬. એકસેસિવ હીટ
૭. રતન તાતા
૮. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
૯. પ્રો કબડ્ડી લીગ
૧૦. ઇન્ડિયન સુપર લીગ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech