IPL 2025 (ઇન્ડિયન પ્રીમિયર લીગ) ની મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરના રોજ યોજવામાં આવી શકે છે. અહેવાલો અનુસાર, તેનું સ્થળ પણ નક્કી કરવામાં આવ્યું છે. આ વખતે સાઉદી અરેબિયાની રાજધાની રિયાદમાં IPL મેગા ઓક્શનનું આયોજન થઈ શકે છે. જોકે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મેગા ઓક્શન પહેલા તમામ ટીમોએ ખેલાડીઓની રિટેન અને રિલીઝ લિસ્ટ પણ શેર કરવાની રહેશે.
IPLની છેલ્લી હરાજી દુબઈમાં યોજાઈ હતી પરંતુ આ વખતે રિયાદની પસંદગી થઈ શકે છે. IPL 2025ની મેગા હરાજી માટે વધુ શહેરો પણ યાદીમાં હતા. લંડન અને સિંગાપોર પર પણ વિચાર કરવામાં આવી રહ્યો હતો. એક અહેવાલ અનુસાર, રિયાદની હરાજી માટે પસંદગી કરવામાં આવી છે. રિયાદનો ટાઈમ ઝોન ભારત પ્રમાણે સાચો માનવામાં આવે છે. જેથી પ્રસારણની બાબતમાં પણ સરળતા રહેશે.
સ્થળની તૈયારી છેલ્લા તબક્કામાં ચાલી રહી છે -
ઓકશનના સ્થળની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી રહી છે. તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. તમામ 10 ફ્રેન્ચાઈઝી સાથે સંકળાયેલા અધિકારીઓ હરાજી માટે રિયાદ પહોંચશે. તેમની સાથે જિયો અને ડિઝની સ્ટાર્સની ટીમ પણ જશે. ઓકશનનું જીવંત પ્રસારણ Jio અને Star પર થઈ શકે છે.
મેગા ઓકશન પહેલા રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી બહાર આવશે -
તમામ ટીમોએ 31મી ઓક્ટોબર પહેલા રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવી પડશે. તેણે આ યાદી બીસીસીઆઈને સોંપવી પડશે. પછી ઓકશનનો વારો આવશે. આ વખતે ઘણા મોટા ખેલાડીઓની ટીમ બદલાઈ શકે છે. રોહિત શર્માનું નામ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં હતું. ગત સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે રોહિતને સુકાનીપદેથી હટાવી દીધો હતો પરંતુ અહેવાલ મુજબ મુંબઈ રોહિતને રિટેન કરી શકે છે. તેની સાથે સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહને પણ રિટેન કરવામાં આવી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆદુના રસમાં આ વસ્તુઓ મિક્સ કરવાથી વધશે રોગપ્રતિકારક શક્તિ, અનેક રોગો થશે દૂર
November 19, 2024 05:00 PMઇતિહાસના પેપરમાં 1857ની ક્રાંતિ પર પ્રકાશ પડવાનું કહેતા વિદ્યાર્થીએ કરી નાખ્યું કંઈક આવું
November 19, 2024 04:59 PMઅહીં છે એવો રીવાજ કે દુલ્હનને લગ્નના 30 દિવસ પહેલાથી શરુ કરવી પડે છે રડવાની પ્રેકટીસ
November 19, 2024 04:56 PMઆ દેશમાં જાડી દુલ્હનને માનવામાં આવે છે શ્રેષ્ઠ
November 19, 2024 04:54 PMસુગર, કોલેસ્ટ્રોલ જેવી આ બીમારીઓનો ઈલાજ છે આ એક પાનનો ઉકાળો, શિયાળામાં પીવાથી મળશે અઢળક ફાયદા
November 19, 2024 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech