ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ 2025ની 18મી સીઝન શરૂ થવામાં હવે માત્ર ગણતરીનો સમય બાકી છે. આઈપીએલ 2025 આજથી શરૂ થશે જ્યારે ફાઇનલ મેચ 25 મેના રોજ રમાશે. આ સિઝનની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) વચ્ચે રમાશે.
આઈપીએલ 2025માં કુલ 74 મેચ રમાશે. લીગ તબક્કામાં 70 મેચ રમાશે. લીગ તબક્કામાં તમામ 10 ટીમો 14-14 મેચ રમશે. આઈપીએલની તમામ મેચો કુલ 13 શહેરોમાં રમાશે. સ્થળો વિશે વાત કરીએ તો, લખનૌ, હૈદરાબાદ, દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, અમદાવાદ, વિશાખાપટ્ટનમ, ગુવાહાટી, બેંગલુરુ, ન્યુ ચંદીગઢ, જયપુર, કોલકાતા અને ધર્મશાળામાં મેચ રમાશે.
કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આઈપીએલ 2025નો પહેલો મુકાબલો ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જ્યારે બંને કેપ્ટન ટોસ માટે અડધો કલાક પહેલા મેદાનમાં ઉતરશે.
ભારતીય ચાહકો આઈપીએલની પહેલી મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ટીવી પર તેમજ સ્પોર્ટ્સ 18ની વિવિધ ચેનલો પર જોઈ શકાશે. કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની પહેલી મેચ જીયો હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે, પરંતુ આ વખતે સ્ટ્રીમિંગ મફત નહીં હોય. ચાહકોએ મેચનો ઓનલાઈન આનંદ માણવા માટે સબ્સ્ક્રિપ્શન ખરીદવું પડશે. આ ઉપરાંત જીયોએ 100 રૂપિયાનો પ્લાન પણ લોન્ચ કર્યો છે જેમાં યુઝર્સને ત્રણ મહિનાનું જીયો હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન મળશે.
દિશા પટણી અને શ્રેયા ઘોષાલ પરફોર્મ કરશે
આજે ઉદ્ઘાટન સમારોહ માટે કાર્યક્રમો પણ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં દિશા પટણી અને શ્રેયા ઘોષાલ જેવા કલાકારો પરફોર્મ કરશે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના પ્રમુખ સ્નેહાશિષ ગાંગુલીએ જણાવ્યું હતું કે ઓપનિંગ સેરેમની મેચ શરૂ થાય તે પહેલાં થશે અને 35 મિનિટ સુધી ચાલશે. ઉદ્ઘાટન સમારોહ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો પર જોઈ શકાય છે.
આઈપીએલ 2025નું સંપૂર્ણ સમયપત્રક
વરસાદ વિઘ્ન બને તો નવાઈ નહિ
આજે કોલકાતામાં વરસાદની શક્યતા 74% છે, જ્યારે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા 97% છે. સાંજે વરસાદની શક્યતા 90% સુધી પહોંચી જશે. તેથીપહેલા દિવસે ઈડન ગાર્ડન્સ ખાતે ભારે વરસાદ પડશે તે લગભગ નિશ્ચિત છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું હોવાથી આ સિઝનની પહેલી મેચ સંપૂર્ણપણે રદ થવાનો ભય છે. ભારતીય હવામાન વિભાગએ ગુરુવારથી રવિવાર સુધી દક્ષિણ બંગાળમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરી છે. આઈપીએલ મેચના પહેલા દિવસે 22 માર્ચે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે રવિવાર માટે યેલો એલર્ટ જારી કરવામાં આવ્યો છે.
સુનીલ નરેન પાસે પહેલી મેચમાં રેકોર્ડ તોડવાની તક
સુનીલ નરેને કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ઘણી વખત શાનદાર પ્રદર્શન કર્યું છે. બોલિંગની સાથે તે વિસ્ફોટક બેટિંગમાં પણ નિષ્ણાત છે. સુનિલ આઈપીએલમાં એક ખાસ રેકોર્ડ બનાવી શકે છે. આ મેચમાં સુનીલ છગ્ગાની સદી પૂર્ણ કરી શકે છે. સુનીલ નરેને અત્યાર સુધીમાં ટુર્નામેન્ટમાં ૧૭૭ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે ૧૫૩૪ રન બનાવ્યા છે. સુનિલે ટુર્નામેન્ટમાં 97 છગ્ગા ફટકાર્યા છે. હવે તે ફક્ત 3 છગ્ગા ફટકારીને પોતાની સદી પૂર્ણ કરશે.
ફક્ત 16 રન બનાવીને આન્દ્રે રસેલ બનાવશે નવો રેકોર્ડ
કોલકાતા નાઈટ રાઈડર્સના દિગ્ગજ ખેલાડીઓની યાદીમાં આન્દ્રે રસેલનો સમાવેશ થાય છે. રસેલ આઈપીએલમાં ટીમ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. રસેલ આ મેચમાં એક ખાસ રેકોર્ડ બનાવી શકે છે. આ માટે તેમને ફક્ત 16 રનની જરૂર છે. આન્દ્રે રસેલે ૧૨૭ આઈપીએલ મેચોમાં ૨૪૮૪ રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેણે ૧૧ અડધી સદી ફટકારી છે. જો રસેલ વધુ ૧૬ રન બનાવશે તો તે ૨૫૦૦ રનનો આંકડો પાર કરી લેશે. તે આવું કરનાર 40મો આઈપીએલ ખેલાડી બનશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅડવાણાની હાઇસ્કૂલ પાસે જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા
March 25, 2025 02:38 PMપોરબંદરના બે માળના ઓવરબ્રિજ ઉપર બે દિવસથી અંધારા છતા તંત્ર અંધારામાં!
March 25, 2025 02:37 PMએસ.ટી.ના ઇમાનદાર કર્મચારીએ પરત આપ્યા પિયા ચાર લાખના દાગીના
March 25, 2025 02:36 PMપોરબંદર મનપાએ પાંચ મિલ્કતો કરી સીલ
March 25, 2025 02:34 PMબોલકા ધારાસભ્ય મોઢવાડીયાએ વિધાનસભામાં પૂછયા ૧૨૩ પ્રશ્ર્ન
March 25, 2025 02:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech