IPLની 28મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને 9 વિકેટે હરાવ્યું. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં બેંગ્લોરે બોલિંગ પસંદ કરી હતી. રાજસ્થાને 4 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા. બેંગ્લોરે 1 વિકેટના નુકસાન પર 18મી ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
RCB તરફથી વિરાટ કોહલીએ પોતાની T20 કારકિર્દીની 100મી ફિફ્ટી ફટકારી હતી. તેણે 62 રન બનાવ્યા હતા. ફિલ સોલ્ટે 33 બોલમાં 65 રન બનાવ્યા હતા. દેવદત્ત પડ્ડિકલ 40 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલે 75 રનની ઈનિંગ રમી હતી.
બેંગ્લોરની ચોથી જીત
IPLની 18મી સીઝનમાં RCBએ 6 મેચોમાં ચોથી જીત નોંધાવી હતી. ટીમની ચારેય જીત હોમ ગ્રાઉન્ડ બહાર મળી હતી. જ્યારે બંને હાર હોમગ્રાઉન્ડ પર મળી હતી. બીજી તરફ રાજસ્થાનની 6 મેચોમાં ચોથી હાર રહી હતી. ટીમે માત્ર 2 મેચ જીતી છે.
IPL 2025 ની 28મી લીગ મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ટોસ જીત્યા બાદ RCB ટીમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા. જેમાં યશસ્વી જયસ્વાલે 75 રનની શાનદાર ઇનિંગ રમી, આ ઉપરાંત ધ્રુવ જુરેલે અણનમ 35 રન બનાવ્યા જ્યારે રિયાન પરાગે 30 રનની ઇનિંગ રમી. RCB તરફથી બોલિંગ કરતી વખતે ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ અને કૃણાલ પંડ્યાએ 1-1 વિકેટ લીધી. આરસીબીએ 17.3 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને 174 રનના લક્ષ્યનો પીછો કર્યો. RCB માટે ફિલ સોલ્ટે 65 રનની ઇનિંગ રમી હતી, જ્યારે વિરાટ કોહલીએ 62 રનની અણનમ ઇનિંગ રમી હતી, આ ઉપરાંત દેવદત્ત પડિકલે 40 રનની અણનમ ઇનિંગ રમી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુની પોલીસ પરિવારના સિનિયર સિટીઝનો માટે સરાહનીય કાર્યવાહી
April 15, 2025 12:51 PMઆજે આ રાશિના લોકો નવા કાર્યોમાં વધુ રસ લેશે, નાણાકીય બાબતો પક્ષમાં રહેશે, નફાની ટકાવારી સુધરશે
April 15, 2025 12:45 PM૪૦ લાખનું ૯૦ લાખ વ્યાજ વસૂલી વ્યાજખોરોએ જમીન વેચી નાંખી
April 15, 2025 12:43 PMહવે કુનો પાર્કથી ચિત્તાઓને ગાંધી સાગરમાં ખસેડાશે
April 15, 2025 12:34 PMજામનગરમાં રખડતા ઢોર હવે મહાનગર પાલિકા કચેરી ખાતે પણ આવી પહોંચ્યા
April 15, 2025 12:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech