રાજસ્થાન રોયલ્સે શનિવારે તેમના હોમ ગ્રાઉન્ડ મોહાલીમાં IPLની 26 નંબરની મેચમાં પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું હતું. આ જીત બાદ રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલમાં હજુ પણ ટોપ પર છે. ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની ચેમ્પિયન ટીમ રાજસ્થાન રોયલ્સે 2024ની સિઝનમાં પણ તેનું શાનદાર ફોર્મ જારી રાખ્યું છે. શનિવારે રાજસ્થાને પંજાબ કિંગ્સ સામે 3 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. પંજાબનો નિયમિત કેપ્ટન શિખર ધવન આજે રમી રહ્યો ન હતો. તેના સ્થાને સેમ કુરને ટીમનું સુકાન સંભાળ્યું હતું.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમ 150ના આંકને પણ સ્પર્શી શકી ન હતી. પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમતા પંજાબની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 147 રન જ બનાવી શકી હતી. તેના જવાબમાં સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સે વિકેટ પડતી સામે લડત આપી હતી અને છેલ્લી ઓવરમાં 3 વિકેટે જીત મેળવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછોટીકાશીમાં યોજાયેલી ૪૪ મી શિવ-શોભાયાત્રા ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન
February 27, 2025 10:26 AMચેમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાનની ટીમ અપસેટ સર્જી શકે
February 27, 2025 10:24 AMસલાયામાં સ્વયંભૂ પાળેશ્વર મહાદેવ મંદિરે લઘુરુદ્ર હવન તેમજ મહાપ્રસાદ યોજાયો
February 27, 2025 10:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech