IPL 2023 ફાઇનલ: ક્લોઝિંગ સેરેમનીમાં ફેન્સના જોશ હશે હાઈ... સ્ટેજ પર રેપર ડિવાઇન સહિત પરફોર્મ કરશે આ સ્ટાર

  • May 27, 2023 09:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

IPL 2023ની ફાઈનલ મેચનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. રેપર ડિવાઈન અને લોકપ્રિય ગાયિકા જોનીતા ગાંધી રવિવારે અમદાવાદમાં IPL ફાઈનલ પહેલા સમાપન સમારોહમાં પરફોર્મ કરતા જોવા મળશે.


ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 હવે તેના અંતિમ તબક્કામાં છે. ક્વોલિફાયર-2 બાદ ફાઈનલ મેચ 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. આ હાઈ-વોલ્ટેજ હરીફાઈ માટે ભવ્ય સમાપન સમારોહનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન પરફોર્મ કરી રહેલી સેલિબ્રિટીઓના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.


દર્શકોને મળશે મનોરંજનનો પૂરો ડોઝ
આઈપીએલની ફાઈનલ એમએસ ધોનીની આગેવાની હેઠળની સીએસકે અને હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની જીટી વચ્ચે મહાસંગ્રામ પહેલા ભવ્ય સમાપન સમારોહ યોજાશે. આ પછી એક મિડ શો હશે જેમાં તમે ઘણા સ્ટાર્સ પરફોર્મ કરતા જોવા મળશે. જે પણ ટીમ IPL 2023નો ખિતાબ જીતશે પરંતુ દર્શકોના મનોરંજન માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.


ફાઇનલ મેચનું કાઉન્ટડાઉન શરૂ
IPLની ફાઈનલ મેચનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. રેપર ડિવાઈન અને લોકપ્રિય ગાયિકા જોનીતા ગાંધી રવિવારે અમદાવાદમાં IPL ફાઈનલ પહેલા સમાપન સમારોહમાં પરફોર્મ કરતા જોવા મળશે. આ ઉપરાંક રેપર કિંગ અને ડીજે ન્યુક્લિયા પણ અહીં પરફોર્મ કરતા જોવા મળશે. તેમનું પ્રદર્શન ફાઈનલ મેચની શરૂઆત પહેલા સાંજે 6 વાગ્યે હશે.


તેના ટ્વિટર એકાઉન્ટ સાથે આ માહિતી શેર કરતા IPLએ લખ્યું, 'કિંગ અને ન્યુક્લિયાના પાવરપેક્ડ ઈવનિંગ પરફોમન્સ માટે તમારી જાતને તૈયાર રાખો, આ બંનેને જોવા માટે તમે કેટલા ઉત્સુક છો ? આ ઉપરાંત આઈપીએલે તેના બીજા ટ્વિટમાં લખ્યુ હતુ કે, સિતારાઓથી ભરપૂર સાંજનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની યાદગાર પર્ફોમન્સ હશે. ડિવાઈન અને જોનિતા ગાંધી માટે તૈયાર થઈ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application