IPL 2020 : રાજસ્થાન રોયલ્સને ફરી મળ્યો શેન વોર્નનો સાથ

  • September 14, 2020 10:16 PM 407 views

IPL ટીમ રાજસ્થાન રોયલ્સે લીગની આગામી સીઝન માટે તેના પૂર્વ કેપ્ટન ઓસ્ટ્રેલિયાના શેન વોર્નને પોતાનો બ્રાંડ એમ્બેસેડર અને મેંટોર નિયુક્ત કર્યો છે. ફ્રેંચાઈઝીએ માહિતી આપતા કહ્યું હતું કે મેંટોરના રૂપમાં વોર્નમુખ્ય કોચ એંડ્રયુ મેક્ડોનાલ્ડ સાથે મળીને કામ કરશે અને ફ્રેંચાઈઝી રાજસ્થાનના મેનેજમેન્ટ સાથે મળીને આંતરાષ્ટ્રીય ફેનબેસને મજબૂત કરવાની કોશિશ કરશે.

 

પોતાની બમણી ભૂમિકા માટે વોર્ને કહ્યું હતું કે, ‘રાજસ્થાન સાથે પાછું ફરવું સારુ છે. આ ટીમ છે, મારો પરિવાર છે. ફ્રેંચાઈઝી સાથે તમામ ક્ષેત્રોમાં કામ કરવું સારું રહેશે. અમે અમને વૈશ્વિક સ્તરે એક સારી ટીમ બનાવવા માટે કામ કર્યુ છે. આ સીઝનમાં જુબીન બરુચા અને એંડ્ર્યુ મેક્ડોનાલ્ડ સાથે જોડાઈને ખુશ છું. અમે આવતા સમયમાં ખૂબ સફળતા મેળવીશું.’

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application