IND vs SA: માત્ર 642 બોલ અને રમત સમાપ્ત... ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસની સૌથી ટૂંકી મેચ

  • January 04, 2024 10:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણીની બીજી અને છેલ્લી ટેસ્ટ કેપટાઉનમાં રમાઈ હતી, જે ક્રિકેટના ઈતિહાસની સૌથી ટૂંકી ટેસ્ટ હતી.



ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટ બે દિવસ પૂર્ણ થાય તે પહેલા જ સમાપ્ત થઈ ગઈ છે.. મેચનું પરિણામ લગભગ દોઢ દિવસમાં આવ્યું જે ભારતની તરફેણમાં આવ્યું. કેપટાઉનમાં રમાયેલી ટેસ્ટમાં ભારતે યજમાન દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. ભારત અને આફ્રિકા વચ્ચે રમાયેલી આ મેચ ક્રિકેટ ઈતિહાસની બોલની દ્રષ્ટિએ સૌથી નાની ટેસ્ટ હતી. મેચ પૂરી કરવા માટે માત્ર 642 બોલ ફેંકાયા હતા, જે કુલ 107 ઓવરની હતી.


આ પહેલા ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 1932માં સૌથી ટૂંકી ટેસ્ટ મેચ રમાઈ હતી, જે 656 બોલમાં પૂરી થઈ હતી. પરંતુ હવે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ટેસ્ટના નામે આ ખાસ રેકોર્ડ નોંધાઈ ગયો છે. મેચમાં બે દિવસ પણ પૂરા ન થયા અને ટીમ ઈન્ડિયાને જીત મળી. ટેસ્ટ ક્રિકેટમાં બે દિવસ પહેલા મેચ ખતમ થઈ જાય તે બહુ જ દુર્લભ છે.


સૌથી ટૂંકી ટેસ્ટ મેચ પૂર્ણ થઈ (બોલની દ્રષ્ટિએ)

642 બોલ - દક્ષિણ આફ્રિકા વિ ભારત, કેપ ટાઉન, 2024 - આજની મેચ
656 બોલ - ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, મેલબોર્ન, 1932
672 બોલ - વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, બ્રિજટાઉન, 1935
788 બોલ - ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, માન્ચેસ્ટર, 1888
792 બોલ - ઈંગ્લેન્ડ વિ ઓસ્ટ્રેલિયા, લોર્ડ્સ, 1888.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application