IND vs NZ : ટીમ ભારતે ન્યુઝીલેન્ડનો તોડ્યો ઘમંડ, કોહલીની વિરાટ બેટિંગથી 4 વિકેટે જીત, 2003 બાદ પહેલી વખત વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામે જીત્યું ભારત

  • October 23, 2023 01:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023ની 21મી મેચ ધર્મશાલામાં રમાઈ હતી. ભારતીય ટીમને 20 વર્ષ બાદ ICC ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ સામે જીત મળી છે. ભારત તરફથી વિરાટ કોહલીએ શાનદાર ઇનિંગ રમી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની આખી ટીમ 273 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે 6 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.


ટોસ જીત્યા બાદ રોહિત શર્માએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સિરાજ અને શમીએ આ નિર્ણય સાચો સાબિત કર્યો હતો. સિરાજે ડેવોન કોનવેને શૂન્ય પર પેવેલિયન આઉટ કર્યો હતો. જ્યારે શમીએ પુનરાગમન કર્યું અને વિલ યાંગને આઉટ કર્યો. આ પછી ડેરીલ મિશેલ અને રચિન રવિન્દ્રએ ચાર્જ સંભાળ્યો હતો.


શમીની જોરદાર બોલિંગ
બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 159 રનની રેકોર્ડ ભાગીદારી નોંધાઈ હતી. શમીએ 75ના સ્કોર સાથે રચિન રવિન્દ્રને આઉટ કરીને ભારતને વાપસી અપાવી હતી. આ પછી શમીએ 130 રનના સ્કોર પર ડેરિલ મિશેલને કોહલીના હાથે કેચ આઉટ કરાવીને મોટી સફળતા મેળવી હતી. છેલ્લી ઓવરમાં શમીએ બે બોલમાં સતત બે વિકેટ ઝડપી હતી. જોકે, તે હેટ્રિક ચૂકી ગયો હતો. શમીએ પાંચ વિકેટ લીધી હતી. કુલદીપ યાદવને બે વિકેટ મળી હતી. બુમરાહ અને સિરાજને એક-એક વિકેટ મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application