શુક્રવારથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ રમાશે. કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે ટકરાશે. આ પહેલા નેટ સેશનમાં ભારતીય ખેલાડીઓએ પ્રેક્ટીસ કરી હતી. રોહિત શર્મા અને અન્ય ખેલાડીઓએ સેશનમાં લગભગ 3 કલાક વિતાવ્યા હતા. ભારતીય ખેલાડીઓનું નેટ સેશન બપોરે 12 વાગ્યે શરૂ થયું હતું. આ દરમિયાન સરફરાઝ ખાન, યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલે નેટમાં બેટિંગ કરી હતી પરંતુ ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અને ઓપનર શુભમન ગિલ નેટ સેશનમાં મોડા પહોંચ્યા હતા.
ઋષભ પંતે નેટ સેશનમાં શુભમન ગિલને લેગ સ્પિન બોલ્ડ કર્યો હતો
ઋષભ પંત અને શુભમન ગિલ નેટ સેશનમાં મોડા પહોંચ્યા હતા. જોકે આ પછી બંને ખેલાડીઓએ બેટિંગ કરી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલી ખૂબ ઓછા સમય માટે નેટ સેશનમાં રહ્યા હતા. રિષભ પંત અને શુભમન ગિલ છેલ્લે પહોંચ્યા પરંતુ આ દરમિયાન એક ફની સીન જોવા મળ્યો. ઋષભ પંતે નેટ સેશનમાં શુભમન ગિલને લેગ સ્પિન બોલ્ડ કર્યો હતો. તેમજ બંને મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા. ઋષભ પંત અને શુભમન ગિલ સતત વાત કરતા હતા.
ટીમ ઈન્ડિયાની નજર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ પર
ભારતીય ટીમે બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટમાં 280 રનથી હરાવ્યું હતું. હવે બંને ટીમ કાનપુરમાં સામસામે ટકરાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને ધ્યાનમાં રાખીને ભારત-બાંગ્લાદેશ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે પરંતુ તેમ છતાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા કાનપુર ટેસ્ટ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરવા ઈચ્છે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech