IND vs AFG: શા માટે ટીમ ઈન્ડિયાએ પોતાના હાથ પર બાંધી કાળી પટ્ટી, આ છે કારણ...

  • June 20, 2024 10:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામે પોતાના હાથ પર કાળી પટ્ટી પહેરી છે. ટીમ ઈન્ડિયાએ પોતાના પૂર્વ ઝડપી બોલર ડેવિડ જોન્સનના નિધન પર શોક વ્યક્ત કરવા માટે આ નિર્ણય લીધો છે. ડેવિડનું ગુરુવારે અવસાન થયું હતું. ટ્વિટર પર એક પોસ્ટમાં બીસીસીઆઈએ કહ્યું કે ડેવિડની યાદમાં ટીમના ખેલાડીઓએ આ નિર્ણય લીધો છે.


BCCIએ ખુલાસો કર્યો છે કે ટીમ ઈન્ડિયાએ આવું કેમ કર્યું. BCCIએ ફેસબુક પર પોસ્ટ કરીને જણાવ્યું કે ટીમ ઈન્ડિયાએ આ નિર્ણય કેમ લીધો. BCCIએ આ નિર્ણય પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ડેવિડ જોન્સનના નિધન પર લીધો છે, જેનું ગુરૂવારે નિધન થયું છે. બીસીસીઆઈએ પોસ્ટ કરી અને લખ્યું, "ભારતીય ફાસ્ટ બોલર ડેવિડ જોન્સનના નિધન પર શોક વ્યક્ત કરવા માટે ટીમ ઈન્ડિયા તેના હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી હતી.



ઓસ્ટ્રેલિયા સામે કર્યું હતું ડેબ્યુ 

ડેવિડ જ્હોન્સન તેની ગતિ માટે જાણીતો હતો. તેમણે 52 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. કર્ણાટક તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમનારા ડેવિડ જોન્સને રણજી ટ્રોફી 1995-96માં જોરદાર પ્રદર્શન કર્યું અને તેના આધારે તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી હતી. તેમણે વર્ષ 1996માં ઓસ્ટ્રેલિયા સામે દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 39 ફર્સ્ટ ક્લાસ મેચમાં 125 વિકેટ લીધી હતી. તેણે 33 લિસ્ટ-એ મેચમાં 41 વિકેટ લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application