INDvENG ટી 20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત : ભુવનેશ્વરની વાપસી અને સુર્યકુમારને તક

  • February 21, 2021 09:11 AM 362 views

ભારત અને ઈંગલેંડ વચ્ચે રમાનારી આગામી ટી-20 સિરીઝ માટે બીસીસીઆઈએ તેના 19 સભ્યોની જાહેરાતા કરી હતી. વિરાટ કોહલીને ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે, જ્યારે રોહિત શર્માને ઉપર કેપ્ટન બનાવવામાં આવ્યાં છે. ટીમમાં અનુભવી અને સ્પીડી બોલર ભુવનેશ્વરા કુમારની વાપસી થઈ છે.

 

ઉપરાંત સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર મુંબઈના બોલર સુર્યકુમાર યાદવને પહેલી વાર મેચ રમવાની તક આપવામાં આવી છે. આઈપીએલ અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આકર્ષક પર્ફોમ કરનાર રાહુલ તેવતિયા અને વિકેટકિપર ઇશાન કિશનને પણ સ્ક્વોડ્માં સામેલ કરાયા છે. રુષભ પંતની પણ ફરીથી ટીમમાં વાપસી થઈ છે અને ફાસ્ટ બોલરમાં તમિલનાડુંના સ્ટાર ટી નટરાજન ઉપર જ ટીમ મેનેજમન્ટે ભરોસો કાયમ રાખ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application